Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગના રનૌત જોવા મળશે ક્વીનની સીક્વલમાં

કંગના રનૌત જોવા મળશે ક્વીનની સીક્વલમાં

Published : 02 April, 2026 11:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્વીન 2માં તે વધુ સ્માર્ટ, મજબૂત અને અલગ અંદાજ ધરાવતી હશે

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનૌત ૨૦૧૪માં રિલીઝ થયેલી પોતાની લોકપ્રિય ફિલ્મ ‘ક્વીન’ની સીક્વલમાં જોવા મળવાની છે. રિપોર્ટ મુજબ ‘ક્વીન 2’ એપ્રિલના અંત સુધીમાં ફ્લોર પર જવાની તૈયારીમાં છે. આ સીક્વલની વાર્તામાં કંગનાનું પાત્ર સમગ્ર ભારતભરમાં મુસાફરી કરતું નજર આવશે.

મળતી માહિતી પ્રમાણે વિકાસ બહલ અને કંગના રનૌત ફરી સાથે મળી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે અને એપ્રિલ સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. આ સીક્વલ ૨૦૧૪ની વાર્તાનો સીધો આગળનો ભાગ નહીં હોય, પરંતુ આત્મશોધ અને આત્મનિર્ભરતા જેવા વિષયો આગળ વધારશે.



‘ક્વીન 2’માં કંગના મૂળ ફિલ્મની જેમ નાના શહેરની છોકરી નહીં હોય; તે વધુ સ્માર્ટ, મજબૂત અને અલગ અંદાજ ધરાવતી હશે. ફિલ્મમાં એક મોટો વળાંક આવશે, જે તેને આત્મશોધની સફર પર લઈ જશે. આ ફિલ્મમાં તે પોતાના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને હિંમત દ્વારા જીવનમાં સફળતા મેળવતી દેખાશે.


આ વખતે ભારતભ્રમણ

‘ક્વીન’માં કંગના પૅરિસ અને ઍમ્સ્ટરડૅમ જેવી વિદેશી જગ્યાઓ પર એકલી મુસાફરી કરતી જોવા મળી હતી, જ્યારે આ વખતે તેની સફર ભારતનાં અલગ-અલગ શહેરોમાં થશે. આ સીક્વલનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં શરૂ થશે, જ્યાં નૉર્થ ઇન્ડિયન શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે. આ પછી ટીમ અન્ય શહેરોમાં શૂટિંગ માટે જશે. આ ફિલ્મ લગભગ ત્રણ મહિનાના શેડ્યુલમાં પૂર્ણ થવાની શક્યતા છે, જે ‘ક્વીન’ના ચાહકો માટે ફરી એક વાર ઉત્સાહજનક અનુભવ સાબિત થશે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK