Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યાવિહારના કમર્શિયલ કૉમ્પ્લેકસમાં ઇલેક્ટ્રિક મીટરમાં શૉર્ટ-સર્કિટને લીધે આગ

વિદ્યાવિહારના કમર્શિયલ કૉમ્પ્લેકસમાં ઇલેક્ટ્રિક મીટરમાં શૉર્ટ-સર્કિટને લીધે આગ

Published : 02 April, 2026 08:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નુકસાની કે જાનહાનિ નહીંવત્, પરંતુ સ્થાનિક આ‍ૅફિસ-ઓનરોની માનવતાનાં થયાં દર્શન

વિદ્યાવિહાર-વેસ્ટના સ્કાયલાઇન એપિટમી કમર્શિયલ કૉમ્પ્લેક્સની બળી‌ ગયેલી ઇલેક્ટ્રિક મીટરોની કૅબિન અને મીટરો.

વિદ્યાવિહાર-વેસ્ટના સ્કાયલાઇન એપિટમી કમર્શિયલ કૉમ્પ્લેક્સની બળી‌ ગયેલી ઇલેક્ટ્રિક મીટરોની કૅબિન અને મીટરો.


વિદ્યાવિહાર-વેસ્ટના સ્કાયલાઇન એપિટમી નામના કમર્શિયલ કૉમ્પ્લેક્સની ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ અચાનક શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આ કૉમ્પ્લેક્સના ઑફિસ-ઓનરોએ કહ્યું હતું કે ‘આગને કારણે આ કૉમ્પ્લેક્સમાં આવેલી બાવન ઑફિસોનાં કામકાજ બેથી ૩ દિવસ માટે બંધ રહેશે. આ સિવાય કોઈ નુકસાન થયું નથી કે નથી કોઈ જાનહાનિ થઈ, પરંતુ અમને અહીં માનવતાનાં દર્શન થયાં હતાં.’ 

સ્કાયલાઇન એપિટમી કમર્શિયલ કૉમ્પ્લેક્સના સક્રિય કાર્યકર પ્રશાંત પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે અમારી સોસાયટીના મીટરની કૅબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દેખાતાં જ અમારા કૉમ્પ્લેક્સમાં કાર્યરત ૧૦૦૦થી વધુ લોકો તરત જ સુરક્ષિત રીતે નીચે ઊતરી ગયા હતા. એમાં પ્રેગ્નન્ટ મહિલાઓ અને સિનિયર સિટિઝનો પણ હતાં. આ બધા લોકોને અમારી સોસાયટીના અન્ય લોકોએ સપોર્ટ આપીને કોઈ પણ રીતે પૅનિક થયા વગર નીચે ઉતાર્યા હતા, જેમાં અમને માનવતાનાં દર્શન થયાં હતાં.’



ફાયર-બિગ્રેડ આવે એ પહેલાં જ મહાનગરપાલિકાના N વૉર્ડના અધિકારીઓ અને કર્મચારીઓએ આગને કાબૂમાં લઈ લીધી હતી એમ જણાવીને પ્રશાંત પારેખે કહ્યું હતું કે ‘આગ લાગતાં અમે તરત જ સહાય માટે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નગરસેવક ધર્મેશ ગિરિનો સંપર્ક કર્યો હતો. તેઓ તરત જ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને લઈને ઘટનાસ્થળે હાજર થઈ ગયા હતા. અમારી સોસાયટીની ફાયર ઇક્વિપમેન્ટ સિસ્ટમ પ્રૉપર કામ કરતી હોવાથી આ અધિકારીઓ અને કર્મચારીઓએ આગ ઓલવવાની શરૂઆત કરી દીધી હતી અને ફાયર-બ્રિગેડ પહોંચે એ પહેલાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. એને કારણે આગમાં બે-ત્રણ મીટરો બળી જવા સિવાય કોઈ જ નુકસાન કે જાનહાનિ થઈ નહોતી. જોકે મીટરોને નુકસાન થવાથી બેથી ત્રણ દિવસ સુધી અમારા કૉમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિસિટી બંધ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK