રાજ કુન્દ્રાના પૉર્નોગ્રાફી કેસને લઈને આવું કહ્યું કંગના રનોટે
કંગના રનોટ
રાજ કુન્દ્રાનું નામ પૉર્નોગ્રાફી કેસમાં સંડોવાયું છે અને એને લઈને કંગના રનોટે કહ્યું છે કે આ જ કારણ છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગટર કહે છે. મુંબઈ પોલીસ દ્વારા તેની આ કેસમાં અરેસ્ટ પણ કરવામાં આવી છે. આ કેસને લઈને કંગનાએ કહ્યું હતું કે ‘એટલા માટે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગટર કહું છું. ગ્લિટર હંમેશાં ગોલ્ડ નથી હોતી. મારા આગામી પ્રોડક્શન ‘ટિકુ વેડ્સ શેરુ’માં હું આવી બૉલીવુડની ઘણી વ્યક્તિઓને એક્સપોઝ કરીશ. ક્રીએટિવ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રૉન્ગ વૅલ્યુ સિસ્ટમ અને એક ચાબુકની જરૂર છે.’