Kangana Ranaut on Jaya Bachchan: કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે જયા બચ્ચનના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. કંગનાએ જયા બચ્ચનનો વાયરલ વીડિયો શૅર કર્યો અને લખ્યું, `સૌથી `બગડેલી` અને `પ્રિવિલેજ્ડ મહિલા`.
કંગના રનૌતે અને જયા બચ્ચન ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે. તે એક યુવક પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, યુવક પરવાનગી વિના જયા બચ્ચન સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે, જેના પર જયા બચ્ચન ગુસ્સામાં તે વ્યક્તિને ધક્કો મારતી જોવા મળે છે. અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે તેના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ લખ્યું, `શરમજનક વાત`
કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે જયા બચ્ચનના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. કંગનાએ જયા બચ્ચનનો વાયરલ વીડિયો શૅર કર્યો અને લખ્યું, `સૌથી `બગડેલી` અને `પ્રિવિલેજ્ડ મહિલા`. લોકો તેના ગુસ્સાને ફક્ત એટલા માટે સહન કરે છે કારણ કે તે અમિતાભ બચ્ચનની પત્ની છે. આ પ્રકારનું અપમાન શરમજનક છે`.
ADVERTISEMENT
વિરોધી પક્ષ પર નિશાન સાધ્યું
કંગનાએ જયા બચ્ચનને બહાનું બનાવીને વિરોધી પક્ષ પર પણ નિશાન સાધ્યું છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર જયા બચ્ચનનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેણી સમાજવાદી પાર્ટીની લાલ ટોપી પહેરેલી જોવા મળે છે. કંગનાએ આગળ લખ્યું, `તેના માથા પર સમાજવાદી ટોપી મુર્ગાની કલગી જેવી લાગે છે અને જયા પોતે લડાકુ મુર્ગી જેવી લાગે છે. ખૂબ જ શરમજનક..`
ઠપકો આપતાં તે વ્યક્તિને ધક્કો માર્યો
તમને જણાવી દઈએ કે સંસદ ભવનના પરિસરમાં એક વ્યક્તિએ તેમની પરવાનગી વિના તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ હતી. આ દરમિયાન જયા બચ્ચને તે વ્યક્તિને ઠપકો આપ્યો અને ધક્કો મારતા તેને દૂર ધકેલી દીધો. તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી જ્યારે સમાજવાદી પાર્ટીની સાંસદે કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ હોય.
કંગનાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકારણના ક્ષેત્રમાં પોતાના શરૂઆતના અનુભવો અને પડકારો વિશે વાત કરી છે અને કહ્યું છે કે ‘રાજકારણે મને બિલકુલ ખુશી આપી નથી. હું એની ટેવ પાડી રહી છું. હું એમ નહીં કહું કે મને રાજકારણમાં મજા આવી રહી છે. આ એક ખૂબ જ અલગ પ્રકારનું કામ છે, સમાજસેવા જેવું. આ મારું બૅકગ્રાઉન્ડ નથી. મેં ક્યારેય લોકોની સેવા કરવા વિશે વિચાર્યું નથી. મેં મહિલાના અધિકારો માટે લડત આપી છે, પરંતુ આ અલગ છે. લોકો પંચાયત સ્તરની સમસ્યાઓ લઈને મારી પાસે આવે છે. તેઓ મને જુએ છે ત્યારે તૂટેલા રસ્તાઓ જેવી સમસ્યાઓ લઈને મારી પાસે આવે છે અને હું તેમને કહું છું કે આ રાજ્ય સરકારનો મુદ્દો છે તો તેઓ કહે છે કે તમારી પાસે પણ ફન્ડ છે તો તમારું ફન્ડ વાપરો.’


