Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય સહિત અન્ય મોટા સ્ટાર્સે સીક્રેટલી કૉલ કરીને ‘થલાઇવી’ના ટ્રેલરની પ્રશંસા કરી હતીઃ કંગના રનોટ

અક્ષય સહિત અન્ય મોટા સ્ટાર્સે સીક્રેટલી કૉલ કરીને ‘થલાઇવી’ના ટ્રેલરની પ્રશંસા કરી હતીઃ કંગના રનોટ

09 April, 2021 12:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલ્ટ્રાનૅશનલિસ્ટની વ્યાખ્યા આપી કંગનાએ

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટે જણાવ્યું છે કે તેની ફિલ્મ ‘થલાઇવી’ના ટ્રેલરની પ્રશંસા કરવા માટે અક્ષયકુમાર સહિત અન્ય મોટા સ્ટાર્સે સીક્રેટલી તેને કૉલ કર્યા હતા. ‘થલાઇવી’ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના જીવન પર આધારિત છે. સ્ટાર્સે તેને કરેલા કૉલ્સ વિશે ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડમાં મારા એટલા તો દુશ્મન છે કે મારી પ્રશંસા કરવી લોકોને મુસીબતમાં નાખી શકે છે. મારી ફિલ્મ ‘થલાઇવી’ના ટ્રેલરની પ્રશંસા કરતા મને અક્ષયકુમાર સહિત અનેક મોટા સ્ટાર્સ તરફથી સીક્રેટ કૉલ્સ અને મેસેજિસ આવ્યા હતા. જોકે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણની ફિલ્મોની જેમ તેઓ જાહેરમાં મારી પ્રશંસા નથી કરી શકતા. આ છે મૂવી માફિયાનો આતંક.’

અલ્ટ્રાનૅશનલિસ્ટની વ્યાખ્યા આપી કંગનાએ



કંગના રનોટે અલ્ટ્રાનૅશનલિસ્ટની વ્યાખ્યા આપી છે. સાથે જ તેણે દેશ પ્રતિના પ્રેમને પણ વ્યક્ત કર્યો છે. તે હાલમાં ‘તેજસ’નું શૂટિંગ કરી રહી છે. પીળી સાડી પહેરેલો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘જો તમે તમારા દેશને પ્રેમ કરો તો તમે નૅશનલિસ્ટ. તમે તમારા દેશ પ્રતિ આસક્ત હો અને તમારું દરેક વર્તન દેશની ભલાઈ માટે હોય તેમ જ તમે જે પૈસા ખર્ચ કરો છો એ તમારા દેશ અને દેશના લોકોના કલ્યાણ માટે હોય તો એ અલ્ટ્રાનૅશનલિસ્ટ કહેવાય.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2021 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK