એને જોઈને તેણે સલામી પણ આપી હતી
પીએમ મોદીને મળેલી ગિફ્ટ્સના ઑક્શનને જોવા પહોંચી કંગના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સના ઑક્શનને જોવા માટે કંગના રનોટ પહોંચી ગઈ હતી. એને જોઈને તેણે સલામી પણ આપી હતી. અત્યાર સુધી પીએમ મોદીને જે પણ ભેટ અને મેમેન્ટો મળેલાં છે એની હરાજી રાખવામાં આવી છે. એમાંથી જમા થનાર ધનરાશિને નમામિ ગંગેના પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે. એમાં રામ જન્મભૂમિની માટી અને રામ મંદિરની ડિઝાઇન છે. આ ઑક્શનમાં હાજર રહીને એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘મને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને વિશેષ પ્રસંગે મળેલી યાદગાર ગિફ્ટ્સ અને મેમેન્ટોની હરાજીમાં હાજર રહેવાનો અવસર મળ્યો છે. મેં રામ જન્મભૂમિની માટી અને રામ મંદિરની ડિઝાઇન માટે બોલી લગાવી હતી. તમે શાના માટે બોલી લગાવી છે? આમાંથી જમા થનાર રકમનો ઉપયોગ નમામિ ગંગેના પ્રોજેક્ટમાં કરવામાં આવશે. જય હિન્દ.’