કર્ણાટકના મૈસૂરમાં કમલ હાસનનો વિરોધ કરવા ભેગા થયેલા એક સંસ્થાના સભ્યો જોઈ લૉ
વિરોધ કરવા ભેગા થયેલા એક સંસ્થાના સભ્યો
ગઈ કાલે કર્ણાટકના મૈસૂરમાં કમલ હાસનનો વિરોધ કરવા ભેગા થયેલા એક સંસ્થાના સભ્યો. કન્નડાનો જન્મ તામિલમાંથી થયો છે એવું બોલનારા કમલ હાસનનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
મુકેશ ખન્ના જોડાયા તિરંગા યાત્રામાં
ADVERTISEMENT

અભિનેતા મુકેશ ખન્નાએ ગઈ કાલે મુંબઈમાં યોજાયેલી એક તિરંગા યાત્રામાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સાથે ભાગ લીધો હતો. ભારતીય આર્મ્ડ ફોર્સિસના સન્માનમાં આ યાત્રા યોજાઈ હતી.
દીકરો-પતિ પણ આવ્યા કાજોલના પ્રસંગે


પોતાની આગામી માઇથોલૉજિકલ હૉરર ફિલ્મ ‘માં’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં કાજોલ. દીકરો યુગ અને પતિ અજય દેવગન પણ આ પ્રસંગે હાજર હતા.
મેટ્રો...ઇન દિનોંના સ્ટાર્સનો મ્યુઝિકલ મેળાવડો

બુધવારે ડિરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનોં’ના પ્રથમ ગીત ‘ઝમાના લાગે’નો મ્યુઝિક-વિડિયો લૉન્ચ થયો હતો. આ ગીતને અરિજિત સિંહ અને શાશ્વત સિંહે ગાયું છે. આ ઇવેન્ટ દરમિયાન સારા અલી ખાન, અનુપમ ખેર, આદિત્ય રૉય કપૂર, પંકજ ત્રિપાઠી જેવા ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં ફિલ્મના સ્ટાર્સ સારા અલી ખાન, અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જોવા મળ્યા તેમ જ કમ્પોઝર પ્રીતમ પણ હાજર રહ્યા. આ ફિલ્મ ૪ જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.


