Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હે રામની નિષ્ફળતા માટે શાહરુખ ખાન જવાબદાર

હે રામની નિષ્ફળતા માટે શાહરુખ ખાન જવાબદાર

Published : 23 February, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમલ હાસને ૨૦૦૦માં રિલીઝ થયેલી બિગ બજેટ ફિલ્મ ફ્લૉપ થવાના કારણની ચર્ચા કરી

૨૦૦૦માં કમલ હાસને ‘હે રામ’ નામની એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ બનાવી હતી

૨૦૦૦માં કમલ હાસને ‘હે રામ’ નામની એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ બનાવી હતી


૨૦૦૦માં કમલ હાસને ‘હે રામ’ નામની એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, રાની મુખરજી અને હેમા માલિનીએ કામ કર્યું હતું. આ ફિલ્મ એ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક બની હતી અને એનું બજેટ પણ એ સમય માટે ઘણું મોટું માનવામાં આવતું હતું. કમલ હાસન આ ફિલ્મને પોતાના દિલની બહુ નજીક ગણાવે છે, પણ એ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઊતરી શકી નહોતી અને બૉક્સ-ઑફિસ પર રિલીઝ થયા પછી ભારે નિષ્ફળ સાબિત થઈ હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં કમલ હાસને આ ફિલ્મની નિષ્ફળતા માટે શાહરુખને જવાબદાર ગણાવ્યો હતો.



આ મામલે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં કમલ હાસને જણાવ્યું હતું કે ‘‘હે રામ’માં મોટા ભાગના લોકો શાહરુખ ખાન પાસેથી વધુ અસરકારક અભિનયની અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમની અપેક્ષાઓ પૂર્ણ થઈ નહીં ત્યારે દર્શકો નિરાશ થયા. ફિલ્મ ફ્લૉપ જતાં મને ભારે આર્થિક નુકસાન થયું. હકીકતમાં ફિલ્મ સાથે શાહરુખનું નામ જોડાવું જ નુકસાનકારક સાબિત થયું. આ ફિલ્મ એટલી અનોખી અને પ્રયોગાત્મક હતી કે કેટલાક દર્શકો એને સ્વીકારી શક્યા નહીં. આ ફિલ્મની મુંબઈમાં થયેલી પબ્લિસિટી જોઈને લોકોને લાગ્યું કે ફિલ્મમાં શાહરુખનું ખૂબ મોટું પાત્ર હશે. હકીકતમાં ફિલ્મમાં તેનું પાત્ર મહત્ત્વપૂર્ણ તો હતું, પરંતુ કદમાં નાનું હતું. દર્શકો શાહરુખને વધુ જોવા ઇચ્છતા હતા અને કદાચ આ જ કારણથી લોકો નિરાશ થયા.’


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK