રિપોર્ટ્સ મુજબ શાહરુખના હૉસ્પિટલમાં પ્રવેશના વિઝ્યુઅલ્સ કૅપ્ચર થયા નહોતા
સલીમ ખાનની ફાઇલ તસવીર
સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને દિગ્ગજ સ્ક્રીનરાઇટર સલીમ ખાનને હાલ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૭ ફેબ્રુઆરીએ સલીમ ખાનને માઇનર બ્રેઇન-હૅમરેજ થતાં તેમની તબિયત લથડી હતી. હાલમાં સલીમ ખાનની તબિયતને લઈને પરિવાર અને ચાહકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ સંજોગોમાં સમગ્ર ખાન પરિવાર હૉસ્પિટલમાં હાજર છે અને અનેક સેલિબ્રિટીઓ પણ તેમની મુલાકાત લેવા પહોંચી રહી છે. શનિવારની મોડી રાત્રે શાહરુખ ખાન પણ સલીમ ખાનને મળવા હૉસ્પિટલ પહોંચ્યો હતો.
રિપોર્ટ્સ મુજબ શાહરુખના હૉસ્પિટલમાં પ્રવેશના વિઝ્યુઅલ્સ કૅપ્ચર થયા નહોતા, પરંતુ તેની કાર લીલાવતી હૉસ્પિટલમાં પ્રવેશતી જોવા મળી હતી. લગભગ એક કલાક પછી તેની કાર હૉસ્પિટલમાંથી બહાર નીકળતી જોવા મળી. શાહરુખની આ મુલાકાત સમયે સલમાન પણ પોતાના પિતા સાથે હાજર હતો એવી માહિતી સામે આવી છે.
