Kalki 2898 AD: રજનીકાંતથી લઈને નાની, એસએસ રાજામૌલીથી લઈને યશ સુધી બધાએ કલાકારોની એક્ટિંગના વખાણ કર્યા
નાગાર્જુન, દીપિકા પાદુકોણ
નાગ અશ્વિન (Nag Ashwin) દ્વારા દિગ્દર્શિત લેટેસ્ટ ફિલ્મ `કલ્કી 2898 એડી` (Kalki 2898 AD) એ રિલીઝ થતાં જ વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મમાં પ્રભાસ (Prabhas), દીપિકા પાદુકોણ (Deepika Padukone), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), શાશ્વત ચેટર્જી (Shashwat Chatterjee) અને કમલ હાસન (Kamal Haasan) જેવા ટોચના કલાકારો છે. આ ફિલ્મને અને તેના કલાકારોને વિવિધ ક્ષેત્રોના જાણીતા સેલેબ્સ તરફથી પ્રશંસા મળી રહી છે. ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન અક્કિનેની (Nagarjuna Akkineni) એ દીપિકાની એક્ટિંગના બહુ વખાણ કર્યા છે. તે સિવાય રજનીકાંત (Rajinikanth) થી લઈને નાની (Nani), એસએસ રાજામૌલી (S. S. Rajamouli) થી લઈને યશ (Yash) સુધી બધાએ કલાકારોની એક્ટિંગના વખાણ કર્યા છે, સાથે જ ફિલ્મના પણ વખાણ કર્યા છે.
ફિલ્મ `કલ્કી 2898 એડી` (Kalki 2898 AD) માં દીપિકા પાદુકોણના વખાણ કરતા નથી થાકતો તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન અક્કિનેની. નાગાર્જુન અક્કીનેનીએ તાજેતરમાં દીપિકા પાદુકોણની પ્રશંસા કરી હતી, ખાસ કરીને આગના દ્રશ્યમાં તેના શક્તિશાળી અભિનય માટે, જેને સમગ્ર વિશ્વમાં ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. તેણે કહ્યું, દીપિકા જી, તમે દેવી માતાની જેમ અલૌકિક અને વિશ્વાસપાત્ર દેખાવ છો!’
ADVERTISEMENT
આ ઉપરાંત નાગાર્જુન અક્કિનેનીએ ફિલ્મ અને તેની કાસ્ટના અભિનયના વખાણ કરતા સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફિર્મ એક્સ (x) જે પહેલા ટ્વિટર (Twitter) તરીકે ઓળખાતું હતું તેના પર એક પોસ્ટ શૅર કરી છે.
Congratulations to the team of Super duper #Kalki2898AD!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 29, 2024
Naagi you took us to another time and another place . entwining fiction with mythology and history so effortlessly!!
Amith Ji, the original mass hero… Sir, you are on fire????? can’t wait to see Kamalji in the…
નાગાર્જુન અક્કિનેનીએ ફિલ્મની સિક્વલની ઉતાવળથી રાહ જોઈ રહ્યો હોવાનું કહ્યું છે.
માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ દર્શકોએ પણ દીપિકાને પડદા પર માતાના રૂપમાં જોવા બદલ તેની પ્રશંસા કરી છે. કલાકારોએ માતાની લાગણીઓને પડદા પર સુંદર રીતે રજૂ કરી છે. વિવેચકો પણ પીઢ કલાકારોના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે, જ્યાં તેઓએ દીપિકાને "ફિલ્મનું જીવન" ગણાવી છે.
અન્ય એકે કહ્યું, "સુમતિનું દીપિકા પાદુકોણનું ચિત્રણ ઊંડાણ અને જટિલતાથી ભરેલું છે, જે ફિલ્મને સમૃદ્ધ બનાવે છે."
ભારતીય ફિલ્મ વિવેચક (Indian film critic) તરણ આદર્શ (Taran Adarsh) એ પણ કહ્યું છે કે, “#DeepikaPadukone અદભૂત છે, તે પોતાનું પાત્ર અધિકાર અને ઉત્સાહથી ભજવે છે."
નોંધનીય છે કે, `કલ્કી 2898 એડી` ફિલ્મ સાથે દીપિકા પાદુકોણ નવા ક્ષેત્રમાં પગ મૂકે છે, આ સાથે અભિનેત્રી વિવિધ ભૂમિકાઓને સુંદર રીતે સ્વીકારવાની તેની ક્ષમતાનું પ્રદર્શન કરતી જોવા મળે છે. આ ફિલ્મમાં દીપિકાના જોરદાર અભિનય અને પરિવર્તને ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતીય સિનેમાની બહુમુખી અભિનેત્રી છે.
ફિલ્મ `કલ્કી 2898 એડી` બોક્સ ઓફિસ પર ટોચ પર છે અને વિશ્વભરના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર સદી ફટકારીને તેના ચાહકોને ખુશ કરી દીધા છે. આ ફિલ્મ આગામી દિવસોમાં બ્લોકબસ્ટર સાબિત થશે તેવી આશા છે.

