કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયેલી જાહેરાત પ્રમાણે નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર ઓમ રાઉત આ બાયોપિકનું દિગ્દર્શન કરશે
આ ફિલ્મમાં ડૉ. કલામનું પાત્ર સાઉથનો સ્ટાર ધનુષ ભજવશે
વિખ્યાત વિજ્ઞાની, ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ અને ‘મિસાઇલ મૅન ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના પ્રેરણાદાયી જીવનને હવે પડદે જોવાનો મોકો મળશે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયેલી જાહેરાત પ્રમાણે નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર ઓમ રાઉત આ બાયોપિકનું દિગ્દર્શન કરશે. આ ફિલ્મમાં ડૉ. કલામનું પાત્ર સાઉથનો સ્ટાર ધનુષ ભજવશે.
સાદગીથી જીવન જીવનાર અને દેશ માટે નિઃસ્વાર્થ સેવા કરનાર ડૉ. કલામનું ૨૦૧૫ની ૨૭ જુલાઈએ ૮૪ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને લીધે અવસાન થયું હતું. રામેશ્વરમથી રાષ્ટ્રપતિભવન સુધી પહોંચેલા ડૉ. કલામની જીવનસફર તમામ પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
ADVERTISEMENT
ડિરેક્ટર ઓમ રાઉત આ પહેલાં ‘તાન્હાજી’ અને ‘આદિપુરુષ’ બનાવી ચૂક્યા છે. ડૉ. કલામ પરની આ ફિલ્મને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા અભિષેક અગરવાલ અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે.


