PVR સિનેમાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જણાવ્યું છે કે ‘કેટલીક લવ-સ્ટોરી વારંવાર જોવાલાયક હોય છે.
‘રાંઝણા’ ફિલ્મનું પોસ્ટર
ડિરેક્ટર આનંદ એલ. રાયની ધનુષ અને સોનમ કપૂરને ચમકાવતી ૨૦૧૩માં રિલીઝ થયેલી ‘રાંઝણા’ ૨૮ ફેબ્રુઆરીએ થિયેટરમાં રીરિલીઝ થવાની છે. PVR સિનેમાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જણાવ્યું છે કે ‘કેટલીક લવ-સ્ટોરી વારંવાર જોવાલાયક હોય છે. ‘રાંઝણા’ ૨૮ ફેબ્રુઆરીએ ફરી પાછી મોટા પડદે આવી રહી છે.’
હાલમાં ‘રાંઝણા’ની સીક્વલ જેવી ‘તેરે ઇશ્ક મેં’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ધનુષ અને ક્રિતી સૅનન છે.


