એ વખતે કાજોલે ગુલાબી રંગની સાડીમાં પરંપરાગત લુક અપનાવ્યો હતો
કાજોલે કલકત્તાના પવિત્ર દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માં કાલીના આશીર્વાદ લેવા પ્રાર્થના કરી હતી
હાલમાં કાજોલે કલકત્તાના પવિત્ર દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માં કાલીના આશીર્વાદ લેવા પ્રાર્થના કરી હતી. એ વખતે કાજોલે ગુલાબી રંગની સાડીમાં પરંપરાગત લુક અપનાવ્યો હતો. કાજોલ માં કાલીની નિષ્ઠાવાન ભક્ત છે. આ ધાર્મિક મુલાકાત દરમ્યાન કાજોલે પોતાના આગામી ડ્રામા ‘માં’ વિશે વાત કરી અને આ ફિલ્મને પોતાનું અત્યાર સુધીનું સૌથી મજબૂત પાત્ર ગણાવ્યું હતું.
વિશાલ ફુરિયાના નિર્દેશન હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન, જ્યોતિ દેશપાંડે અને કુમાર મંગત પાઠકે કર્યું છે. આ ફિલ્મ જિયો સ્ટુડિયો અને દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.


