Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીમાં થાય છે ટૉઇલેટની પૂજા

ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીમાં થાય છે ટૉઇલેટની પૂજા

Published : 17 March, 2026 12:36 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા દિવસ પહેલાં જ ચીનમાં લૅન્ટર્ન ફેસ્ટિવલ અને ચાઇનીઝ ન્યુ યરની ઉજવણી થઈ હતી

ચીનનાં ગામડાંઓમાં આજે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે

અજબ ગજબ

ચીનનાં ગામડાંઓમાં આજે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે


થોડા દિવસ પહેલાં જ ચીનમાં લૅન્ટર્ન ફેસ્ટિવલ અને ચાઇનીઝ ન્યુ યરની ઉજવણી થઈ હતી. આ ઉત્સવમાં કેટલાક ચીની અંતરિયાળ વિસ્તારોમાં ટૉઇલેટની પૂજા કરવાનો રિવાજ છે. આ એક પ્રકારનું અનુષ્ઠાન જેવું હોય છે જે જિગુ અથવા તો પર્પલ લેડી નામની રક્ષક દેવીના માનમાં ઊજવાય છે. માન્યતા છે કે પ્રાચીન સમયમાં એક મહિલાને ઈર્ષ્યાને કારણે ટૉઇલેટમાં જ મારી નાખવામાં આવી હતી. તે મૃત મહિલાને પછી જિગુ અને પર્પલ લેડી માનવામાં આવે છે. એવું મનાય છે કે મહિલાઓની એ રક્ષક છે. આ પૂજામાં પહેલાં ટૉઇલેટ અને બાથરૂમની સફાઈ કરવા માટે એક નવુંનક્કોર કપડું વાપરવામાં આવે છે. આ કપડાને સાફ કરીને એમાંથી દેવીનું પૂતળું બનાવાય છે. એને ટૉઇલેટ કે કિચનની પાસે રાખીને એની સામે અગરબત્તી અને ધૂપ સળગાવવામાં આવે છે. એ પછી દેવીના હાલચાલ પૂછવામાં આવે છે. આ દેવી નવા વર્ષે ઘરમાં સુખસમૃદ્ધિ અને ખેતી કેવી રહેશે એનું ભવિષ્ય પણ ભાખી આપે છે. માન્યતા છે કે દેવીનું પૂતળું હલનચલન કરીને એના જવાબો આપે છે. ચીનનાં ગામડાંઓમાં આજે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 12:36 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK