સોશ્યલ મીડિયા પર કાજોલે પોસ્ટર શૅર કર્યું- પોસ્ટર રિલીઝ કરતી વખતે કાજોલે કૅપ્શનમાં માહિતી પણ આપી છે કે આ ફિલ્મનું ટ્રેલર ચાર દિવસ પછી આવશે.
ફિલ્મ ‘મા’નું પોસ્ટર
કાજોલ હાલમાં તેની આગામી ફિલ્મ ‘મા’ માટે બહુ ઉત્સાહિત છે. આ ફિલ્મનું પોસ્ટર તેણે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યું છે. આ પોસ્ટરમાં કાજોલ અને એક શેતાન જોવા મળે છે. બન્ને એકબીજાને ગુસ્સાથી જોઈ રહ્યા છે. પોસ્ટરની ઉપર લખ્યું છે, ‘રક્ષક, ભક્ષક અને મા.’
કાજોલે જે પોસ્ટર રિલીઝ કર્યું છે એમાં જબરદસ્ત ઑડિયો સંભળાય છે. આ ઑડિયો સાંભળીને એવું લાગે છે કે કાજોલ શેતાન સાથે લડવા માટે તૈયાર છે. પોસ્ટર રિલીઝ કરતી વખતે કાજોલે કૅપ્શનમાં માહિતી પણ આપી છે કે આ ફિલ્મનું ટ્રેલર ચાર દિવસ પછી આવશે.
ADVERTISEMENT
કાજોલની ફિલ્મ ‘મા’ હૉરર અને સુપરનૅચરલ ડ્રામા છે. કાજોલ આમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને એનું ડિરેક્શન વિશાલ ફુરિયાએ કર્યું છે.
‘મા’માં રૉનિત રૉય, ઇન્દ્રનીલ સેનગુપ્તા જેવા કલાકારો પણ છે. ફિલ્મ ૨૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ અને બંગાળી ભાષામાં પણ રિલીઝ થશે.


