તે હાલમાં શૂટિંગ કરતી જોવા મળી હતી
કાજોલ
કાજોલે ફરી કામ શરૂ કરી દીધું છે. તે હાલમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. તેણે હાથમાં મિરર પકડ્યો છે અને તેનો મેકઅપ કરવામાં આવી રહ્યો છે. તેની પાસે હાલમાં ઘણી ફિલ્મ છે જેમાંની એક રાજકુમાર હીરાણીની શાહરુખ ખાન સાથેની પણ કહેવામાં આવી રહી છે. જોકે તે આ શૂટિંગ શેનું કરી રહી છે એ વિશે નહોતું જણાવ્યું. ફોટો શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી કે ‘ઘણા લાંબા સમય બાદ સેટ પર આવવાની ફીલિંગ જ કંઈ અલગ છે. પાર્ટી કરી રહ્યા હોઈએ એવું લાગે છે.’