જયાએ કાજોલને ગળે લગાડી અને ઘણી વાર સુધી બન્ને એકબીજાને ગળે મળતાં જોવાં મળ્યાં
જયા બચ્ચને પંડાલમાં કાજોલને ગળે લગાડી
જયા બચ્ચન ગઈ કાલે દુર્ગાપૂજાના અવસર પર સપ્તમીના દિવસે મા દુર્ગાનાં દર્શન કરવા મુખરજી પરિવાર દ્વારા સંચાલિત પંડાલ પર પહોંચ્યાં હતાં. અહીં તેઓ મા દુર્ગાને ફૂલ ચડાવતાં અને તેમને પ્રણામ કરતાં જોવાં મળ્યાં હતાં. આ પંડાલમાં કાજોલને જોતાં જ જયાના ચહેરાના હાવભાવ પણ બદલાઈ ગયા. જયાએ કાજોલને ગળે લગાડી અને ઘણી વાર સુધી બન્ને એકબીજાને ગળે મળતાં જોવાં મળ્યાં. આ દરમ્યાન કાજોલ પણ થોડી ભાવુક અને ખુશ દેખાતી હતી અને જયાના ચહેરા પર પણ એક અલગ ચમક હતી.


