૪૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી વૉર 2ના સ્ટાર્સને મળી છે અધધધ ફી
વૉર 2
હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિઆરા અડવાણીને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર અયાન મુખરજીની ‘વૉર 2’ ૪૦૦ કરોડ રૂપિયાના ભારે બજેટમાં બની છે. વળી આમાં માર્કેટિંગ બજેટનો તો સમાવેશ જ નથી કરવામાં આવ્યો. એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ (YRF)ના સ્પાય યુનિવર્સની સૌથી મોંઘી ફિલ્મ છે.
આ ફિલ્મના બજેટની સાથે-સાથે સ્ટાર્સની ફીના આંકડા પણ ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં કામ કરવા માટે જુનિયર એનટીઆરને ૭૦ કરોડ રૂપિયા, હૃતિકને ૫૦ કરોડ રૂપિયા અને પ્રૉફિટ-શૅરિંગ, કિઆરા અડવાણીને ૧૫ કરોડ રૂપિયા અને અનિલ કપૂરને ૧૦ કરોડ રૂપિયા જેટલી ફી મળી છે. અયાન મુખરજીને ફિલ્મ ડિરેક્ટ કરવા માટે ૩૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ‘વૉર 2’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે.


