આ ગીત અ ને તેનાં ડાન્સ સ્ટેપ્સ ખૂબ ફેમસ થયાં છે. આ ગીતને ઑસ્કર અવૉર્ડ મળતાં સૌકોઈ અતિશય ખુશ છે

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાને જણાવ્યું છે કે તેનો બે વર્ષનો દીકરો જેહ ત્યાં સુધી જમતો નથી જ્યાં સુધી ‘નાટુ નાટુ’ ગીત પ્લે ન કરીએ. આ ગીત અ ને તેનાં ડાન્સ સ્ટેપ્સ ખૂબ ફેમસ થયાં છે. આ ગીતને ઑસ્કર અવૉર્ડ મળતાં સૌકોઈ અતિશય ખુશ છે. પોતાના દીકરાની વાત કરતાં કરીનાએ કહ્યું કે ‘જેહ ડિનર ત્યારે જ કરે છે જ્યારે અમે ‘નાટુ નાટુ’ ગીત પ્લે કરીએ. તેને હિન્દી વર્ઝન નહીં, પરંતુ ઓરિજિનલ સૉન્ગ સાંભળવું જ ગમે છે. આ ગીતે બે વર્ષના બાળકના દિલને સ્પર્શ કર્યો છે અને એ વસ્તુ દેખાડે છે કે તેમણે ફિલ્મ અને ગીતને પ્રભાવશાળી બનાવ્યાં છે.’
કરીનાએ કહ્યું કે ‘મને એ વાતનો ગર્વ છે કે લોકો હવે વધુ ફિલ્મો જોતા થયા છે પછી એ હિન્દી હોય, રીજનલ હોય, પૅરેલેલ ફિલ્મો હોય કે પછી ડૉક્યુમેન્ટરીઝ હોય. લોકોએ ભારતીય સિનેમાને ગંભીરતાથી લીધું છે અને હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ હોવાથી ખૂબ ગર્વ અનુભવું છું અને સાથે જ દર્શકોનો અતિશય આભાર માનું છું.’