રોનો મુખરજીની પ્રેયર મીટમાં પાછળ પડેલા ફોટોગ્રાફર્સ સાથે જયા બચ્ચનની ચકમક
જયા બચ્ચન
ફોટોગ્રાફર્સ અને જયા બચ્ચન વચ્ચે વારંવાર જાહેરમાં ચકમક ઝરતી રહે છે. જયા અવારનવાર ફોટોગ્રાફર્સને ઠપકો આપતાં અને તેમના પર બૂમો પાડતાં જોવા મળ્યાં છે. હાલમાં જ્યારે તેઓ રોનો મુખરજીની પ્રેયર મીટમાં પહોંચ્યાં ત્યારે ફરી એક વખત તેમણે ફોટોગ્રાફર્સની ઝાટકણી કાઢી હતી.
શરબની મુખરજીના પિતા અને રાની મુખરજી-કાજોલના કાકા તેમ જ જાણીતા ફિલ્મ-ડિરેક્ટર રોનો મુખરજીનું ૨૮ મેના કાર્ડિઍક અરેસ્ટથી અવસાન થયું હતું. મંગળવારે તેમની પ્રાર્થનાસભા હતી અને એમાં હાજરી આપવા માટે જયા બચ્ચન પહોંચ્યાં હતાં. આ સમયે અન્ય ઘણા ફિલ્મસ્ટાર્સ પણ ત્યાં પહોંચ્યા હતા તેમ જ જયા સાથે તેમની દીકરી શ્વેતા બચ્ચન પણ હતી. જ્યારે જયા ઘરે પાછાં જવા માટે નીકળ્યાં ત્યાં ફોટોગ્રાફર્સને જોઈ તે ચિડાઈ ગયાં અને બૂમો પાડવા લાગ્યાં. જયાએ ફોટોગ્રાફર્સને ટૉન્ટ મારતાં કહ્યું કે ‘ચાલો... તમે લોકો પણ આવો સાથે. જાઓ. બકવાસ બધું...ગંદું...ગંદું બધું.’
ADVERTISEMENT
આ વિવાદ પછી શ્વેતાએ જેવી જયાને ગાડીમાં બેસવામાં મદદ કરી ત્યારે તેઓ ફરી એક વખત તેમને રેકૉર્ડ કરવાનો પ્રયાસ કરી રહેલા ફોટોગ્રાફર પર ગુસ્સે થયાં અને કહ્યું કે ‘આવો, તમે આવો ગાડીમાં.’
જયાનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો અને એના પર ઘણી કમેન્ટ્સ આવવા લાગી છે.

