Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાનકી બોડીવાલાની બૉલીવૂડમાં એન્ટ્રી: વશની હિન્દી રિમેકમાં ફરી ભજવશે મુખ્યપાત્ર

જાનકી બોડીવાલાની બૉલીવૂડમાં એન્ટ્રી: વશની હિન્દી રિમેકમાં ફરી ભજવશે મુખ્યપાત્ર

14 May, 2023 06:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મમાં જાનકીએ આર્યાનું પાત્ર ભજવ્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે હિન્દી રિમેકમાં પણ મુખ્યપાત્ર જાનકી જ ભજવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


છેલ્લો દિવસ, નાડી દોષ અને રાડો જેવી હિટ ગુજરાતી ફિલ્મો ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)ની ગુજરાતી ફિલ્મ ‘વશ’ (Vash) પરથી બોલીવૂડમાં રિમેક બનવાની છે. ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેકમાં બોલીવૂડના ર્સ્ટાસ તો હશે જ, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ ફિલ્મમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા (Janki Bodiwala) પણ જોવા મળશે. આ ફિલ્મમાં જાનકીએ આર્યાનું પાત્ર ભજવ્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે હિન્દી રિમેકમાં પણ મુખ્યપાત્ર જાનકી જ ભજવશે. ઇ-ટાઈમ્સે તેના અહેવાલમાં આ સમાચાર આપ્યા છે.

આ વિશે વધુ જાણવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે જાનકી બોડીવાલાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે હાલ તેના પર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.


‘વશ`એ કૃષ્ણદેવ યાજ્ઞિક સાથેની જાનકીની ત્રીજી ફિલ્મ હતી. જાનકીએ પહેલી વાર ફિલ્મ `છેલ્લો દિવસ`માં તેમની સાથે કામ કર્યું હતું, ત્યાર બાદ તે જાણીતો ચહેરો બની ગઈ હતી. જાનકીએ ‘નાડી દોષ’માં પણ કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે કામ કર્યું હતું અને ત્યાર બાદ ‘વશ’ ડિરેક્ટર સાથે તેણી ત્રીજી ફિલ્મ હતી. જાનકીએ `તંબુરો’, `છુટી જશે છક્કા` અને ‘બહુ ના વિચાર`માં કામ કર્યું છે,


નોંધનીય છે કે ‘વશ’ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું હતું. ફિલ્મે થિયેટરમાં ખૂબ ધૂમ મચાવી હતી અને હવે હિન્દી ભાષાના દર્શકોને પણ મનોરંજન પૂરું પાડવાની તૈયારી છે. ફિલ્મમાં જાનકી બોડીવાલા (Janki Bodiwala) સાથે નિલમ પંચાલ (Niilam Paanchal), હિતેન કુમાર (Hiten Kumar), હિતુ કનોડિયા (Hitu Kanodia) અને આર્યન સંઘવી (Aaryan Sanghvi) મુખ્ય ભૂમિકામાં હતા. ગુજરાતીમાં ફિલ્મ કૃણાલ સોની (Krunal Soni)એ પ્રોડ્યુસ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ ‘વશ’એ કર્યા બોલિવૂડ અભિનેતા અજય દેવગનને વશ, બનશે હિન્દી રિમેક


અહેવાલો મુજબ, ‘વશ’ની હિન્દી રિમેકમાં અજય દેવગન (Ajay Devgn) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ (Vikas Bahl) કરશે. ફિલ્મને પ્રોડ્યુસ કુમાર મંગત (Kumar Mangat) કરશે. ફિલ્મ પેનોરમા સ્ટુડિયો (Panorama Studios)ના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે, જેમાં અજય દેવગન, કુમાર મંગત અને મંગતના પુત્ર અભિષેક પાઠક (Abhishek Pathak) નિર્માતા છે.

14 May, 2023 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK