આ મુલાકાતના વાઇરલ વિડિયોમાં જાહ્નવી પરંપરાગત નારંગી સાડીમાં જોવા મળી હતી
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૨૯ ઑગસ્ટે રિલીઝ થનારી તેમની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ની રિલીઝ પહેલાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના વાઇરલ વિડિયોમાં જાહ્નવી પરંપરાગત નારંગી સાડીમાં જોવા મળી હતી, જ્યારે સિદ્ધાર્થે ઑફ-વાઇટ કુરતો અને પાયજામો પહેર્યો હતો. આ બન્નેએ મંદિરમાં ફર્શ પર બેસીને પૂજા-અર્ચના કરી હતી.


