જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ‘પરમસુંદરી’ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. જાહ્નવીએ હાલમાં પોતાની અને સિદ્ધાર્થની તસવીરો તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. આ તસવીરોમાં તે સ્કૂટર ચલાવતાં શીખી રહી છે.
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ‘પરમસુંદરી’ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. જાહ્નવીએ હાલમાં પોતાની અને સિદ્ધાર્થની તસવીરો તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. આ તસવીરોમાં તે સ્કૂટર ચલાવતાં શીખી રહી છે. આ તસવીરો સાથે જાહ્નવીએ લખ્યું છે, ‘પરમને સ્કૂટર પર ફરવા લઈ જવાનું ખૂબ ગમે છે # પરમસુંદરી.’
આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને એ ૨૫ જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પરમના પાત્રમાં જોવા મળશે અને જાહ્નવી કપૂર સુંદરીની ભૂમિકા ભજવશે.

