Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મની લોન્ડરિંગ કેસના આરોપી ચંદ્રશેખર સાથે જેકલીનની રૉમેન્ટિક ફોટો વાયરલ, જુઓ

મની લોન્ડરિંગ કેસના આરોપી ચંદ્રશેખર સાથે જેકલીનની રૉમેન્ટિક ફોટો વાયરલ, જુઓ

27 November, 2021 03:24 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખર સાથે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની તસવીર વાયરલ થઈ છે.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ


 મની લોન્ડરિંગ કેસ મામલે અનેક વાર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરવામાં આવી છે. આ કડીમાં હવે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખર સાથે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez)ની તસવીર વાયરલ થઈ છે. જેની તપાસ એજન્સીઓને મળી છે, જે અભિનેત્રી અને સુકેશની નિકટતાનો સંકેત આપી રહી છે. આ તસવીરોમાં બંને એકબીજાની ખૂબ જ નજીક દેખાઈ રહ્યા છે.

તપાસ એજન્સીઓ અનુસાર આ તસવીરો ત્યારે લેવામાં આવી હતી જ્યારે સુકેશ તિહાર જેલમાંથી દોઢ મહિનાના પેરોલ પર ચેન્નાઈ ગયો હતો. સુકેશ પ્લેન દ્વારા ચેન્નાઈ પહોંચ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે તે ત્યાં ત્રણ વખત જેકલીનને મળ્યો હતો.




તપાસ એજન્સીઓ અનુસાર, સુકેશે જેકલીનને મોંઘી ગિફ્ટ અને વાહન આપ્યા હતા. સુકેશે જેકલીનને ચેન્નાઈની મોટી બિઝનેસમેન ગણાવી હતી. એવા આરોપો હતા કે સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી અને આ કારણોસર EDએ અભિનેત્રીની ઘણી વખત પૂછપરછ કરી છે.


સુકેશના કેસમાં ED ખૂબ જ જલ્દી કોર્ટમાં ચાર્જશીટ કરવા જઈ રહી છે, જેમાં સુકેશના અભિનેત્રીઓ સાથેના કનેક્શનનો સંપૂર્ણ ખુલાસો કરવામાં આવશે. જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત EDએ આ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2021 03:24 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK