આ એન્થોલૉજી ફિલ્મને ૮ મહિલા ડિરેક્ટર્સે ભેગી મળીને બનાવી છે.
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસની ફિલ્મ ‘ટેલ ઇટ લાઇક અ વુમન’ના ‘અપ્લોઝ’ ગીતને ઑસ્કર અવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કૅટેગરીમાં નૉમિનેશન મળતાં તેની ખુશી સમાતી નથી. આ ગીત ડાયને વૉર્ને લખ્યું છે. આ એન્થોલૉજી ફિલ્મને ૮ મહિલા ડિરેક્ટર્સે ભેગી મળીને બનાવી છે. આ ગીતને મળેલા નૉમિનેશન પર ખુશી વ્યક્ત કરતાં જૅકલિને કહ્યું કે ‘મને ‘ટેલ ઇટ લાઇક અ વુમન’ની ટીમ પર ગર્વ છે અને ખાસ કરીને તો ડાયને અને સોફિયા માટે, જેમણે ‘અપ્લોઝ’ માટે મૅજિકલ મ્યુઝિક બનાવ્યું હતું. ઑસ્કરનું નૉમિનેશન મળવું સ્પેશ્યલ છે. હું એને શબ્દોમાં વર્ણવી નથી કરી શકતી. ઍકૅડેમી અવૉર્ડ બદલ આખી ટીમને શુભેચ્છા આપું છું.’
નૉમિનેશનનું લિસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૅકલિને કૅપ્શન આપી હતી, ‘શબ્દો નથી મળી રહ્યા. ડાયને વૉર્ન અને સોફિયાને ‘અપ્લોઝ’ માટે મળેલા આ ઑસ્કર નૉમિનેશન બદલ અને અમને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપું છું. ‘ટેલ ઇટ લાઇક અ વુમન’ જેવી સુંદર ફિલ્મમાં જાજરમાન કલાકારો સાથે જોડાવું એ મારા માટે સન્માનની વાત છે. સાથે જ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને મળેલા નૉમિનેશન માટે કૉન્ગ્રેચ્યુલેશન્સ. આખી ટીમને અને તમામ નોમિનીઝને શુભેચ્છા.’

