° °

આજનું ઇ-પેપર
Tuesday, 31 January, 2023


Oscar Award: `નાટૂ નાટૂ`ની થઈ ઑસ્કરમાં એન્ટ્રી, ઓરિજિનલ સૉન્ગ કેટેગરીમાં નૉમિનેટ

24 January, 2023 08:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સૉન્ગ બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કેટેગરી માટે નૉમિનેટ થઈ છે. એમ એમ કીરાવાનીએ આ ગીત કમ્પૉઝ કર્યું હતું. ગીત માત્ર નૉમિનેશન જ નહીં, ઑસ્કરમાં જીતવા માટે પણ મજબૂત લડતા આપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. 

ફાઈલ તસવીર Oscar

ફાઈલ તસવીર

95મા ઑસ્કર એવૉર્ડ્સ (Oscars Awards) 2023ના નૉમિનેશન્સ થઈ ચૂક્યા છે. આ વખતે એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRના સૉન્ગ `નાટૂ નાટૂ`એ પોતાની જગ્યા બનાવી લીધી છે. સૉન્ગ બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કેટેગરી માટે નૉમિનેટ થઈ છે. એમ એમ કીરાવાનીએ આ ગીત કમ્પૉઝ કર્યું હતું. ગીત માત્ર નૉમિનેશન જ નહીં, ઑસ્કરમાં જીતવા માટે પણ મજબૂત લડતા આપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. 

કહેવામાં આવી રહ્યું છે કે `નાટૂ નાટૂ` ગીતે લેડી ગાગા અને રી રી કે સૉન્ગ્સને પાછળ મૂક્યા છે. ચાહકોને તો આ આશા છે કે એકવાર `નાટૂ નાટૂ` પોતાના ઘરે ઈન્ટરનેશનલ એવૉર્ડ લઈને આવે. ઑસ્કર અવૉર્ડ્સ 2023 નૉમિનેશન્સ, બવર્લી હિલ્સ, કેલીફૉર્નિયામાં થયા. આના નૉમિનેશન્સ હોસ્ટ રિઝ અહમદ અને એક્ટ્રેસ એલીસન વિલિયમ્સે કર્યા. ઈન્ડિયન સિનેમા માટે ખરેખર આજે ખૂબ જ મોટો દિવસ રહ્યો છે.

આ બે ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મોએ પણ મારી બાજી
આ સિવાય શૉનક સેનની ડૉક્યૂમેન્ટ્રી ફીચર ફિલ્મ All that Breathes પણ આ વખતે ઑસ્કર અવૉર્ડ્સ 2023માં નૉમિનેટ થઈ છે. ફક્ત એટલું જ નહીં, ડિરેક્ટર ગુનીત મોંગીની The Elephant Whisperers ડૉક્યૂમેન્ટ્રી શૉર્ટ ફિલ્મ માટે નૉમિનેટ થઈ છે. કહેવું પડશે કે આજે ઈન્ડિયન સિનેમા માટે આ પણ ખૂબ જ ગર્વની વાત થઈ છે દેશમાંથી ત્રણ ફિલ્મો ઑસ્કર જીીતવાની રેસમાં આવી છે. જો કે, ભારત તરફથી ઑફિશિયલ એન્ટ્રી `છેલ્લો શૉ` (The Last Film Show) ટૉપ 15માં શૉર્ટલિસ્ટ થઈ હતી, પણ આ દૂર દૂર સુધી કોઈપણ કેટેગરીનો ભાગ બની નથી. 

તાજેતરમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના સૉન્ગ `નાટૂ નાટૂ`એ ગોલ્ડન ગ્લોબ 2023 અવૉર્ડ પોતાના નામે કર્યો હતો. આણે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કેટેગરીમાં અવૉર્ડ જીત્યો હતો. ભારત માટે આ પણ ગર્વની વાત હતી. ચાહકો આ ન્યૂઝને સાંભળીને ખૂબ જ એક્સાઈટેડ થયા હતા. ટ્વિટર પર ટીમને બધાએ વધામણી ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ માટે ખૂબ જ સ્પેશિયલ મોમેન્ટ હતી.

આ પણ વાંચો : RRR માટે રાજામૌલીને મળ્યો `બેસ્ટ ડિરેક્ટર`નો મોટો અમેરિકન એવૉર્ડ, જાણો વધુ

ખુશ છે RRRની ટીમ
ટીમે ટ્વિટર પર `નાટૂ નાટૂ`નો એક સ્ટિલ શૅર કરીને આખી ટીમને વધામણી આપી છે. ઑસ્કર એવૉર્ડ 2023માં નૉમિનેશનને લઈને આખી ટીમ ખૂબ જ ખુશ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે પોતાનામાં એક ઇતિહાસ રચ્યો છે. પહેલા ગોલ્ડન ગ્લોબ 2023 અવૉર્ડ અને હવે ઑસ્કર એવૉર્ડ 2023 નૉમિનેશનમાં પોતાની જગ્યા બનાવી છે.

24 January, 2023 08:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

જેમ્સ કૅમરુને હૉલીવુડમાં ફિલ્મ બનાવવાની ઑફર આપી રાજામૌલીને

રાજામૌલીએ બનાવેલી ‘RRR’ દેશવિદેશમાં ધૂમ મચાવી છે

22 January, 2023 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પૈસા માટે હું ફિલ્મો બનાવું છું : એસ. એસ. રાજામૌલી

તો સાથે જ ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો

21 January, 2023 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સીએટલમાં ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઍક્શન કોરિયોગ્રાફીનો અવૉર્ડ જીત્યો ‘RRR’એ

ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ અને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મનો અવૉર્ડ પણ આ ફિલ્મે જીતી લીધો હતો

19 January, 2023 04:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK