એક દીકરાનાં માતા-પિતા એવા આ કપલના ઘરે દીકરા પછી હવે દીકરીનો જન્મ થયો
ઇશિતા-વત્સલના ઘરે દીકરીનો જન્મ થયો
ઇશિતા દત્તા અને વત્સલ શેઠના ઘરે બીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થયો છે. ઇશિતાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફૅમિલી પિક્ચર શૅર કરીને આ સારા સમાચાર આપ્યા છે. ઇશિતા દ્વારા શૅર કરાયેલી આ તસવીર હૉસ્પિટલમાં ક્લિક કરવામાં આવી છે અને એમાં ઇશિતાની પતિ વત્સલ, નવજાત બાળકી અને તેમના પુત્ર વાયુ સાથેની એક પ્રેમાળ મોમેન્ટ ક્લિક થઈ છે. આ તસવીર પોસ્ટ કરતાં ઇશિતાએ લખ્યું, ‘બેમાંથી ચાર થયેલાં દિલ એક હાર્ટ તરીકે ધબકે છે. અમારું કુટુંબ હવે કમ્પ્લીટ થયું. બ્લેસ્ડ વિથ બેબી ગર્લ.’
ઇશિતાની પોસ્ટ લાઇવ થતાં જ તેના કમેન્ટ સેક્શનમાં મિત્રો, ચાહકો અને શુભેચ્છકોએ પરિવાર પર પ્રેમ અને શુભકામનાઓ વરસાવી હતી. ઇશિતા દત્તા અને વત્સલ શેઠનાં લગ્ન ૨૦૧૭ની ૨૮ નવેમ્બરે મુંબઈમાં થયાં હતાં. તેઓએ ૨૦૨૩માં તેમના પ્રથમ સંતાન પુત્ર વાયુનું સ્વાગત કર્યું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇશિતા અને વત્સલે જાહેરાત કરી હતી કે તેઓ ફરીથી માતા-પિતા બનવાની તૈયારીમાં છે.

