રોડ ટ્રિપ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થવાનું હતું
ઈશાન ખટ્ટર
પ્રિયંકા ચોપડા જોનસ, કૅટરિના કૈફ અને આલિયા ભટ્ટની ‘જી લે ઝરા’માં ઈશાન ખટ્ટર પણ જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મને ફરહાન અખ્તર પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવાનો છે. રોડ ટ્રિપ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થવાનું હતું, પરંતુ હવે એને આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. આ ત્રણેય લીડિંગ લેડીઝ સાથે હવે ઈશાન પણ લીડમાં દેખાશે. એવું જાણવા મળ્યું છે કે તેણે આ ફિલ્મ ઘણા સમય અગાઉ સાઇન કરી લીધી છે, પરંતુ મેકર્સે એની ઑફિશ્યલી જાહેરાત કરવાની બાકી છે. આલિયા તો હાલમાં પ્રેગ્નન્ટ છે. એથી હવે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરવા વિશે આલિયાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ બની રહી છે. આવતા વર્ષે અમે શૂટિંગ શરૂ કરવાનાં છીએ. આ વર્ષે અમે એની શરૂઆત ન કરી શક્યાં. આ ફિલ્મ હાથમાંથી નથી જવા દેવી. અમે એના માટે લડ્યાં છીએ અને એના માટે ખૂબ એક્સાઇટેડ પણ છીએ. એ મોટા પાયે બનવાની છે અને અમે ખૂબ આતુર છીએ.’