આઇરાએ ત્રીજી જાન્યુઆરીએ મુબઈમાં રજિસ્ટર્ડ મૅરેજ નૂપુર શિખરે સાથે કર્યાં હતાં. તેની દીકરી આઇરાનાં લગ્નની વિધિઓ આજથી ઉદયપુરમાં શરૂ થવાની છે જે દસમી જાન્યુઆરી સુધી ચાલશે
આમિર ખાનનો દીકરો આઝાદ અને બહેન આઇરા
આમિર ખાનનો દીકરો આઝાદ તેની બહેન આઇરાનાં લગ્નમાં પિયાનો વગાડવાનો છે. આઇરાએ ત્રીજી જાન્યુઆરીએ મુબઈમાં રજિસ્ટર્ડ મૅરેજ નૂપુર શિખરે સાથે કર્યાં હતાં. તેની દીકરી આઇરાનાં લગ્નની વિધિઓ આજથી ઉદયપુરમાં શરૂ થવાની છે જે દસમી જાન્યુઆરી સુધી ચાલશે. આ લગ્ન દરમ્યાન આમિરે સ્પેશ્યલ શહેનાઈના પર્ફોર્મન્સનું પણ આયોજન કર્યું છે. શહેનાઈની સાથે આમિર અને કિરણ રાવનો દીકરો આઝાદ પણ આ લગ્નમાં પિયાનોનું પર્ફોર્મન્સ આપવાનો છે. તેમનાં લગ્નમાં ગુજરાતી અને મહારાષ્ટ્રિયન વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમિર અમ્રિતસરના એક શેફને મળવા માટે ગયો હતો જે અમ્રિતસરી કુલ્ચા બનાવવાનો છે. તેમ જ ઉત્તર પ્રદેશના એક સ્ટ્રીટ ફૂડ ક્યુરેટરને મળવા માટે પણ ગયો હતો. તેમના રિસેપ્શન તેરમી જાન્યુઆરીએ મુંબઈમાં યોજાશે.


