આજથી જિયો વર્લ્ડ સેન્ટરમાં શરૂ : શાહરુખ ખાન, આમિર ખાન, અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવા ટોચના સ્ટાર્સનાં સેશન્સ
શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ, આમિર ખાન અને આલિયા ભટ્ટ
ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજથી ૪ મે સુધી પહેેલીવહેલી વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES)નું આયોજન બાંદરા-ઈસ્ટમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાનું છે. એમાં દુનિયાભરના એન્ટરટેઇનમેન્ટ, કન્ટેન્ટ અને ક્રીએશન જગતના દિગ્ગજો સામેલ થવાના છે. આ સમિટમાં ચાર દિવસ સુધી અલગ-અલગ પૅનલ-ડિસ્કશન થશે જેમાં શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ, આમિર ખાન અને આલિયા ભટ્ટ જેવા અનેક સ્ટાર્સ અલગ-અલગ સેશન્સ હૅન્ડલ કરશે. આ સમિટમાં આ મુજબ સેશન્સ પ્લાન કરવામાં આવ્યાં છે.
આ સમિટમાં ‘લેજન્ડ્સ ઍન્ડ લેગસીઝ : ધ સ્ટોરીઝ ધૅટ શેપ્ડ ઇન્ડિયાઝ સોલ’ જેવા વિષયના પૅનલ-ડિસ્કશનમાં હેમા માલિની, મિથુન ચક્રવર્તી, રજનીકાન્ત, મોહનલાલ અને ચિરંજીવી મુખ્ય વક્તા હશે અને આ પૅનલ-ડિસ્ક્શનમાં મૉડરેટરની જવાબદારી અક્ષયકુમાર નિભાવશે. આ ડિસ્કશનમાં એસ. એસ. રાજામૌલી, એ. આર. રહમાન, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હાજરી આપશે.


