° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


બ્રેકઅપની ચર્ચા વચ્ચે અર્જુને પોતાની અને મલાઇકાની તસવીર શૅર કરી અફવાઓને ફગાવી

12 January, 2022 06:29 PM IST | Mumbai | Shilpa Bhanushali

અભિનેતા અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને મલાઇકા અરોરાની તસવીર શૅર કરી અફવાઓને બકવાસ જણાવી છે. તેણે તસવીર શૅર કરવાની સાથે જ લોકોને એક સરસ મેસેજ પણ આપ્યો છે.

તસવીર સૌજન્ય અર્જુન કપૂર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્ય અર્જુન કપૂર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે ઉંમરનું અંતર તો છે. પણ તેમ છતાં બન્ને ઇન્ડસ્ટ્રીના પરફેરક્ટ કપલ કહેવાય છે. જો કે, બન્નેના બ્રેકઅપના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા, જેના પછી હવે અભિનેતા અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને મલાઇકા અરોરાની તસવીર શૅર કરી અફવાઓને બકવાસ જણાવી છે. તેણે તસવીર શૅર કરવાની સાથે જ લોકોને એક સરસ મેસેજ પણ આપ્યો છે.

બૉલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ક્યારેય પોતાના સંબંધો વિશ્વથી છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો. તેમને ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ્સમાંના એક માનવામાં આવે છે. ચોક્કસ બન્નેની ઉંમરમાં ઘણું અંતર છે તેમ છતાં તેમની કેમિસ્ટ્રી અને બૉન્ડિંગને જોતા ક્યારેય આનો ખ્યાલ નથી આવ્યો. તેમને ઘણીવાર સાથે મસ્તી કરતા જોવાયા છે. પણ બન્નેનાં બ્રેકઅપના સમાચાર આવી રહ્યા હોવા દરમિયાન જ અભિનેતા અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. જુઓ શું લખ્યું છે અર્જુન કપૂરે...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

ઘણા દિવસોથી નથી મળ્યા અર્જુન-મલાઇકા
મલાઇકા અને અર્જુને પોતાના સંબંધોમાં આવેલી દરેક મુશ્કેલીનો અત્યાર સુધી મળીને સામનો કર્યો છે. પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્ને વચ્ચે કંઇક બરાબર નથી અને એવામાં તેમના રસ્તા પણ અલગ થઈ ગયા છે. આ સમાચાર બન્નેના ચાહકો માટે મોટો ઝટકો હોઈ શકે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એકબીજાને મળ્યા નથી. અહીં સુધી કે મલાઈકા છેલ્લા 6 દિવસથી પોતાના ઘરમાંથી બહાર પણ નથી નીકળી. જો કે અર્જુન કપૂરે પોસ્ટ શૅર કરીને આ બધી ચર્ચાઓને ફગાવી દીધી ચે.

મલાઇકાએ પોતાને ઘરમાં કરી બંધ
તાજેતરમાં જ આવેલ મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, અર્જુન પણ છેલ્લા કેટલાક દિવસોથી મલાઇકાના ઘરે નથી ગયો. એવામાં હવે બન્નેનાં બ્રેકઅપની ચર્ચા થવા લાગી છે. કહેવામાં આવતું હતું કે મલાઇકા હાલ ખૂબ જ દુઃખી છે અને હાલ અમુક સમય માટે લોકોથી દૂર રહેવા માગે છે અને એટલે જ તેણે પોતાને ઘરમાં બંધ કરી લીધી છે પણ અર્જુન કપૂરે પોતાની અને મલાઇકા અરોરાની તસવીર સાથે શૅર કરીને લખ્યું છે કે રૂમર્સ માટે કોઈ સ્થાન નથી. સેફ રહો. સુરક્ષિત રહો. લોકોના સારા માટે પ્રાર્થના કરો. લવ યુ ઑલ.

જણવવાનું કે ઘણાં સમયથી સાથે દેખાયા નથી અર્જુન -મલાઇકા
અર્જુન અને મલાઇકા ઘણીવાર ડિનર, લંચ કે કૉફી ડેટ પર જતા સ્પૉટ કરવામાં આવે છે. આ સિવાય બન્ને ઘણીવાર વેકેશન્સ એન્જૉય કરતા પણ દેખાય છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સાથે દેખાયા નથી. અને આ કારણોસર જ કદાચ તેમના બ્રેકઅપની ચર્ચાઓએ તુલ પકડ્યું હતું પરંતુ અર્જુન કપૂરે શૅર કરેલી પોસ્ટ બાદ હવે આ અફવાઓમાં કોઈ દમ નથી.

12 January, 2022 06:29 PM IST | Mumbai | Shilpa Bhanushali

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

25 January, 2022 08:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

25 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બધાઇ દો ટ્રેલરઃ ગે પોલીસ ઑફિસર-લેસ્બિયન પીટી ટિચરના મેરેજ ઑફ કન્વિયન્સની સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ `બધાઈ દો`, આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ `બધાઈ હો`ની સિક્વલ છે. બંને ફિલ્મોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે

25 January, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK