Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમ્તિયાઝ અલી બનાવવા ઇચ્છે છે રાધા-કૃષ્ણની કથા

ઇમ્તિયાઝ અલી બનાવવા ઇચ્છે છે રાધા-કૃષ્ણની કથા

Published : 20 June, 2026 04:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી તેની લેટેસ્ટ ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન વખતે તેણે એક ખાસ ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું હતું કે તે ભવિષ્યમાં રાધા-કૃષ્ણની કથા પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે, કારણ કે આ માત્ર પ્રેમકથા નથી પણ...

ઇમ્તિયાઝ અલી બનાવવા ઇચ્છે છે રાધા-કૃષ્ણની કથા

ઇમ્તિયાઝ અલી બનાવવા ઇચ્છે છે રાધા-કૃષ્ણની કથા


ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી તેની લેટેસ્ટ ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન વખતે તેણે એક ખાસ ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું હતું કે તે ભવિષ્યમાં રાધા-કૃષ્ણની કથા પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે, કારણ કે આ માત્ર પ્રેમકથા નથી પણ એનાથી ઘણી વધારે છે.
પોતાની આ ઇચ્છા જણાવતાં ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘રાધા-કૃષ્ણની વાર્તા મને ખૂબ આકર્ષે છે. આ કથા માત્ર રોમૅન્સ કે પ્રેમ વિશે નથી પણ એમાં આધ્યાત્મિકતા, સમર્પણ, ત્યાગ અને માનવીય લાગણીઓની ઊંડી સમજ સમાયેલી છે. રાધા અને કૃષ્ણનો સંબંધ પરંપરાગત પ્રેમકથાઓથી અલગ છે. આ એક એવી લાગણી છે જે સમય, અંતર અને ભૌતિક હાજરીથી પર છે. આ કથાને મોટા પડદા પર રજૂ કરવાની વિશાળ સંભાવનાઓ છે. હાલમાં હું આ વિષય પર સત્તાવાર રીતે કામ નથી કરી રહ્યો, પણ જો તક મળશે તો હું ચોક્કસપણે રાધા-કૃષ્ણની કથાને મારી રીતે રજૂ કરવા ઇચ્છું છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK