ઇલિઆનાએ તેના બેબીના પિતા વિશે કોઈ જાહેરાત નથી કરી
ઇલિઆના ડિક્રુઝ
ઇલિઆના ડિક્રુઝ તેના પહેલા બાળકને જન્મ આપવાની તૈયારી કરી રહી છે અને પ્રેગ્નન્સી દરમ્યાન તેને જે ક્રેવિંગ થઈ રહ્યું છે એને તે ઇન્સ્ટાગ્રામ દ્વારા શૅર પણ કરી રહી છે. ઇલિઆનાએ તેના બેબીના પિતા વિશે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કૅટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લૉરેન માઇકલ સાથે રિલેશનશિપમાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લૅક ફૉરેસ્ટ કેકનો ફોટો શૅર કર્યો છે. આ કેક ઇલિઆનાની બહેને બનાવી છે. પ્રેગ્નન્સીમાં કેકનું ક્રેવિંગ હોવાથી તેની બહેને ખાસ તેના માટે બનાવી હતી.