Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સી અને ગર્ભપાતની માત્ર અફવાઓ હતીઃ ઇલિયાના ડિક્રૂઝ

પ્રેગ્નન્સી અને ગર્ભપાતની માત્ર અફવાઓ હતીઃ ઇલિયાના ડિક્રૂઝ

02 May, 2021 06:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આત્મહત્યાની અફવાઓ ઉડી એ વાત સાંભળીને અભિનેત્રી બહુ દુઃખી થઈ હતી

ઇલિયાના ડિક્રૂઝની ફાઈલ તસવીર

ઇલિયાના ડિક્રૂઝની ફાઈલ તસવીર


બૉલીવુડ સેલેબ્ઝ તેમના કામને કારણે અથવા તો અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ (Ileana D`Cruz) પણ હમણા ઘણા સમયથી સતત ચર્ચામાં હોય છે. થોડા સમય પહેલા જ તે ગર્ભવતી હોવાની અને તેણે ગર્ભપાત કર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા થતી હતી. ત્યારે અભિનેત્રીએ આ બધી અફવાઓને રદિયો આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર અફવાઓ જ છે.

વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાને તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં ઈલિયાનાએ ફૅક ન્યૂઝ તથા અફવા પર કહ્યું હતું કે, `મારી સાથે જોડાયેલી કેટલીક અફવા છે. એવી ચર્ચા થતી હતી કે હું પ્રેગ્નન્ટ હતી અને મેં અબોર્શન કરાવ્યું હતું. આ બહુ જ દુઃખી કરનારી વાત છે. સાચું કહું તો કેટલાંક લોકો આવુ જ લખે છે. આ બહુ જ વાહિયાત છે.` ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં ઈલિયાના ગર્ભવતી હોવાની ચર્ચા થવા લાગી હતી. જોકે, તે સમયે અભિનેત્રીએ સોશ્યલ મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, `નોટ પ્રેગ્નન્ટ.`



વધુમાં અભિનેત્રિએ કહ્યું કે, `એક એવી અફવા પણ હતી કે મેં આત્મહત્યા કરી હતી, નહીં... નહીં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બહુ જ દુઃખદ હતું. મેં આત્મહત્યા કરી હતી પરંતુ હું બચી ગઈ હતી અને મારી કામવાળીએ આ વાતને કન્ફર્મ પણ કરી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે, મારા ઘરમાં કામવાળી છે જ નહીં. મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો જ નહોતો. હું જીવિત હતી. આ વાતનો કોઈ મતલબ જ નથી. મને ખ્યાલ નથી કે આ પ્રકારની વાતો કઈ રીતે બહાર આવે છે.`


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સાઉથની ફિલ્મોમાં ઓળખ બનાવ્યા બાદ ઇલિયાના ડિક્રૂઝે બૉલીવુડમાં પગ મુક્યા હતા. તેણે `બરફી`, `મૈં તેરા હીરો` તથા `રૂસ્તમ` જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તાજેતરમાં તેની અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ `ધ બિગ બુલ` ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2021 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK