ઇલિઆનાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી હતી.
ઇલિઆના ડિક્રુઝ
ઇલિઆના ડિક્રુઝે એક ફોટો શૅર કર્યો છે, જેમાં દેખાતો વ્યક્તિ તેના આવનારા બાળકનો પિતા હોય એવી શક્યતા છે. ઇલિઆનાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી હતી. જોકે તેના બાળકનો પિતા કોણ છે એ હજી સુધી રહસ્ય જ છે. સૌકોઈ એ જાણવા ઉત્સુક છે કે આખરે કોણ છે એ વ્યક્તિ? તેનું નામ શું છે? આ વ્યક્તિ સાથે જ તે નાઇટ ડેટ પર નીકળી હતી. ઇલિઆનાએ લગ્ન નથી કર્યાં અને તે બાળકને જન્મ આપવાની છે.

