આ સમાચાર પછી મિત્રો અને ફૅન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. ઇલિઆના અને પતિ માઇકલ ડોલન હવે બે દીકરાનાં પેરન્ટ્સ બની ગયાં છે.
ઇલિઆના ડીક્રુઝ
ઇલિઆના ડીક્રુઝ બે વર્ષ પછી બીજી વખત માતા બની છે અને તેણે આ સમાચાર સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે તેમ જ પોતાના દીકરાની તસવીર પણ દુનિયાને દર્શાવી છે. આ સમાચાર પછી મિત્રો અને ફૅન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. ઇલિઆના અને પતિ માઇકલ ડોલન હવે બે દીકરાનાં પેરન્ટ્સ બની ગયાં છે.
ઇલિઆનાએ ૨૦૨૩ની ૧ ઑગસ્ટે તેના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યાર પછી તે બૉલીવુડથી દૂર છે. હવે તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ૨૦૨૫ની ૧૯ જૂને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો હતો. ઇલિઆનાએ પોતાના નવજાત દીકરાનો ક્યુટ બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો છે.


