આઇફા ડિજિટલ અવૉર્ડ્સમાં આ બન્નેને દો પત્તી અને સેક્ટર ૩૬ માટે અવૉર્ડ મળ્યો; અમર સિંહ ચમકીલા બેસ્ટ ફિલ્મ, પંચાયત બેસ્ટ વેબ-સિરીઝ
ક્રિતી સૅનન (દો પત્તી), વિક્રાન્ત મેસી (સેક્ટર 36), ઇમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
આઇફા અવૉર્ડ્સ ૨૦૨૫નું આયોજન આ વર્ષે જયપુરમાં કરવામાં આવ્યું હતું. ગઈ કાલે મુખ્ય અવૉર્ડ્સ સમારોહ હતો ત્યારે શનિવારની રાત્રે ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ કૅટેગરીના અવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ ફંક્શનમાં કરીના કપૂર, શાહિદ કપૂર, કરણ જોહર અને બૉબી દેઓલ સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ કૅટેગરીમાં ‘અમર સિંહ ચમકીલા’ને બેસ્ટ ફિલ્મનો અને ‘પંચાયત’ને બેસ્ટ વેબ-સિરીઝનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
કરીના કપૂર
ADVERTISEMENT
જિતેન્દ્ર કુમાર (પંચાયત સીઝન 3)
માધુરી દીક્ષિત
ભામિની ઓઝા - પ્રતીક ગાંધી
OTT પ્લૅટફૉર્મના વિજેતાઓની યાદી
બેસ્ટ ફિલ્મ : અમર સિંહ ચમકીલા
લીડ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ) : ક્રિતી સૅનન (દો પત્તી)
લીડ રોલમાં ઍક્ટિંગ (મેલ) : વિક્રાન્ત મેસી (સેક્ટર 36)
બેસ્ટ ડિરેક્શન (ફિલ્મ) : ઇમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ, ફિલ્મ) : અનુપ્રિયા ગોયન્કા (બર્લિન)
સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (મેલ, ફિલ્મ) : દીપક ડોબરિયાલ (સેક્ટર 36)
બેસ્ટ વાર્તા ઓરિજનલ (ફિલ્મ) : કનિકા ઢિલ્લોં (દો પત્તી)
બેસ્ટ સિરીઝ : પંચાયત
લીડ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ, સિરીઝ) : શ્રેયા ચૌધરી (બંદિશ બૅન્ડિટ સીઝન 2)
લીડ રોલમાં ઍક્ટિંગ (મેલ, સિરીઝ) : જિતેન્દ્ર કુમાર (પંચાયત સીઝન 3)
બેસ્ટ ડિરેક્શન (સિરીઝ) : દીપક કુમાર મિશ્રા (પંચાયત સીઝન 3)
સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ, સિરીઝ) : સંજિદા શેખ
(હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર)
સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (મેલ, સિરીઝ) : ફૈઝલ મલિક (પંચાયત સીઝન 3)
બેસ્ટ વાર્તા ઓરિજનલ (સિરીઝ) : કોટા ફૅક્ટરી
બેસ્ટ રિયલિટી સિરીઝ : ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ
બેસ્ટ ડૉક્યુ સિરીઝ : યો યો હની સિંહ : ફેમસ
બેસ્ટ ટાઇટલ ટ્રેક : અનુરાગ સૈકિયા
(યે ઇશ્ક હૈ, મિસમૅચ્ડ સીઝન 2)
આઇફા અવૉર્ડ્સમાં શોલેની ૫૦મી ઍનિવર્સરીની ઉજવણી
આ કાર્યક્રમમાં ‘શોલે’ની ૫૦મી ઍનિવર્સરીની ઉજવણી કરવા માટે ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂરજ બડજાત્યા અને રમેશ સિપ્પી જેવા ફિલ્મમેકર્સે હિસ્સો લીધો હતો. આ આઇફા અવૉર્ડ્સ 2025માં હોસ્ટિંગની જવાબદારી કાર્તિક આર્યનને સોંપવામાં આવી હતી અને એમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરીના કપૂર ખાન જેવાં સ્ટાર્સનું પર્ફોર્મન્સ પણ પ્લાન કરાયું હતું.

