જો તમે પ્રાણીઓને તમારા પોતાની જેમ પ્રેમ ન કર્યો હોય અથવા તો ઝાડને જ્યારે કાપવામાં આવે ત્યારે તમારું લોહી નીકળતું હોય એવો અહેસાસ તમને ન થયો હોય તો તમારે પોતાનો વિકાસ કરવાની જરૂર છે.’
પ્રાણીઓને તમારા પોતાનાં હોય એ રીતે પ્રેમ ન કરો તો તમારો વિકાસ નથી થયો : કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે પ્રાણીઓને તમારા પોતાનાં હોય એ રીતે પ્રેમ કરવાની જરૂર છે. તે સોશ્યલ મીડિયામાં તેના બિન્દાસ ઍટિટટ્યુડ માટે જાણીતી છે અને એને કારણે તે મોટા ભાગે વિવાદમાં પણ રહે છે. તોફાન આવ્યા બાદ તેણે જેમ બને એમ વૃક્ષારોપણ કરવાની વાત કહી હતી અને તેણે પણ પોતે કર્યું હતું. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે ઘોડાને થાબડતી જોવા મળી રહી છે. આ ફોટો સાથે કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘આ સવાર મારા ફ્રેન્ડ સાથે પસાર કરી છે. જો તમે પ્રાણીઓને તમારા પોતાની જેમ પ્રેમ ન કર્યો હોય અથવા તો ઝાડને જ્યારે કાપવામાં આવે ત્યારે તમારું લોહી નીકળતું હોય એવો અહેસાસ તમને ન થયો હોય તો તમારે પોતાનો વિકાસ કરવાની જરૂર છે.’