શાહિદ કપૂરનું કહેવું છે કે તેણે જ્યારે ફિલ્મોમાં ઍક્ટર બનવા વિશે વિચાર્યું તો તેને હંમેશાં ચિંતા થતી હતી કે તેને ડૅડી પંકજ કપૂર તેની ચૉઇસને લઈને જજ કરશે.
શાહિદ કપૂર
શાહિદ કપૂરનું કહેવું છે કે તેણે જ્યારે ફિલ્મોમાં ઍક્ટર બનવા વિશે વિચાર્યું તો તેને હંમેશાં ચિંતા થતી હતી કે તેને ડૅડી પંકજ કપૂર તેની ચૉઇસને લઈને જજ કરશે. નીલિમા અઝીમ અને પંકજ કપૂર તેના પેરન્ટ્સ છે. શાહિદ અનેક ફિલ્મોમાં પોતાની અદાકારી દેખાડી ચૂક્યો છે. ઍક્ટર બનવા વિશે પિતા શું વિચારશે એની ચિંતા તેને થતી હતી. એ વિશે શાહિદે કહ્યું કે ‘મારા ડૅડી પંકજ કપૂર છે. એથી તેમને લાગતું હતું કે તેઓ ઍક્ટર હોવાથી હું હીરો બનવા માગું છું. હું ઍક્ટર બનવા માગું છું એવી મારી ચૉઇસને લઈને તેઓ મને જજ કરશે એની ચિંતા મને થતી હતી. પેરન્ટ્સ જે કામ કરતા હોય છે એની અસર તેમનાં બાળકો પર પડે છે. મારા ડૅડી ખૂબ સપોર્ટિવ હતા. એ તો સ્વાભાવિક જ છે. એથી તેઓ જ્યારે પણ મને કૉલ કરતા તો હું જાણી જતો કે તેમને મારું કામ પસંદ આવ્યું છે, કારણ કે તેઓ કામની કદર કરે છે. મને એ વાતનો પણ આનંદ છે કે તેઓ એ વાતને લઈને મારી સાથે હંમેશાં સ્પષ્ટ રહ્યા છે. હું ચાહું છું કે હું જે પણ ફિલ્મોમાં કામ કરું એને જોવા માટે લોકો જાય.’


