Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા ફૅન્સને ન ગમે એવા રોલ મારે ન કરવા જોઈએ : હૃતિક રોશન

મારા ફૅન્સને ન ગમે એવા રોલ મારે ન કરવા જોઈએ : હૃતિક રોશન

01 January, 2023 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાત તેણે તેની ‘વિક્રમ વેધા’ની નિષ્ફળતાને લઈને કહી છે

હૃતિક રોશન

હૃતિક રોશન


હૃતિક રોશનનું કહેવું છે કે તેના ફૅન્સને ન ગમે એવા રોલ મારે કરવા ન જોઈએ. આ વાત તેણે તેની ‘વિક્રમ વેધા’ની નિષ્ફળતાને લઈને કહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે પણ જોવા મળ્યાં હતાં. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મ ખાસ કમાલ નહોતી કરી શકી. એ વિશે હૃતિક રોશને કહ્યું કે ‘ફિલ્મ ‘વિક્રમ વેધા’ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ નથી કરી શકી. મને જે ફીડબૅક ‍મળ્યાં એના પરથી એક વાત નક્કી છે કે કેટલાક ભાગ વિવાદિત હતા એના પરથી મારે શીખવું જોઈએ. મને લાગે છે કે એનાથી હું વધુ સારી રીતે નીખરી આવીશ. મને લાગે છે કે મેં મારી જાતને વધુ પડતી સિરિયસલી લઈ લીધી છે. મને લાગે છે કે મારે એવા રોલ ન કરવા જોઈએ જે મારા ફૅન્સને પસંદ ન પડે. જો મારે એવી કોઈ ફિલ્મ કરવી પડે તો મારે એને અલગ રીતે રજૂ કરવી જોઈએ, જેમ કે મારી જાતમાં કરું છું, ઇકૉનૉમિકલી, બજેટની દૃષ્ટિએ અને કૉસ્ટની દૃષ્ટિએ. આ બધી વસ્તુઓ શીખવી જોઈએ. હવે કોઈ પણ ફિલ્મ સ્વીકારતાં પહેલાં હું મારા ફૅન્સનો બે વખત વિચાર કરીશ, પરંતુ જો મને કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગશે તો હું કદાચ ના નહીં પાડું.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK