Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને પુરુષ સમોવડી હોય એવા રોલ કરવા ગમે છે : ભૂમિ

મને પુરુષ સમોવડી હોય એવા રોલ કરવા ગમે છે : ભૂમિ

15 December, 2022 04:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે રિલીઝ થનારી ‘ગોવિંદા નામ મેરા’માં તે આત્મવિશ્વાસથી ભરેલી અને પોતાની શરતો પર જીવતી મહિલાના રોલમાં દેખાવાની છે.

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરને પુરુષોની સમાન હોય એવા રોલ કરવા ગમે છે. શુક્રવારે રિલીઝ થનારી ‘ગોવિંદા નામ મેરા’માં તે આત્મવિશ્વાસથી ભરેલી અને પોતાની શરતો પર જીવતી મહિલાના રોલમાં દેખાવાની છે. તેણે સમાજને દિશા દેખાડતા કેટલાક અગત્યના મુદ્દાઓ પર પ્રકાશ પાડતી ફિલ્મો પણ કરી છે. તે ‘ભીડ’, ‘અફવાહ’, ‘ધ લેડી કિલર’ અને ‘ભક્ષક’ જેવી ફિલ્મોમાં દેખાવાની છે. સ્ટ્રૉન્ગ મહિલાના પાત્ર વિશે ભૂમિએ કહ્યું કે ‘મારું હંમેશાંથી માનવું છે કે સિનેમા સ્ટ્રૉન્ગ, સ્વતંત્ર અને નિર્ભય પ્રગતિશીલ મહિલાઓને દેખાડવા માટેનું સચોટ માધ્યમ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી જર્ની એનું જીવંત ઉદાહરણ છે, કારણ કે હું હંમેશાં એવી ફિલ્મો પસંદ કરતી આવી છું કે જેમાં વર્તમાનની મહિલાઓને દેખાડવામાં આવે જેનાથી અન્ય મહિલાઓ પણ કનેક્ટ થઈ શકે. ‘દમ લગા કે હઈશા’, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સોનચિરૈયા’, ‘સાંડ કી આંખ’, ‘બાલા’, ‘શુભ મંગલ સાવધાન’, ‘ડૉલી, કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ અને હવે ‘ગોવિંદા નામ મેરા’ જેવી ફિલ્મ છે. મારી હંમેશાંથી ઇચ્છા હોય છે કે હું એવી મહિલાઓનો રોલ કરું જે કદી પણ પોતાનાં સપનાંઓ સાથે સમાધાન ન કરે અને પિતૃપ્રધાન સમાજ સામે અડીખમ ઊભી રહે. સમાજને પડકાર આપતી મહિલાનો રોલ અને જેન્ડરને લઈને કોઈ ભેદભાવ ન હોય એવો રોલ કરવો ગમે છે. મને પુરુષોની સમોવડી મહિલાનો રોલ કરવો ગમે છે. ભારતીય સિનેમામાં હું આવી રીતે મારા તરફથી નાનકડું યોગદાન આપવા માગું છું. એ વસ્તુને હું મારા કામ દ્વારા દેખાડવા માગું છું અને સમાનતાને લઈને હંમેશાં અગ્રેસર રહું છું.’

ગોવિંદા નામ મેરા’માં પોતાના રોલ વિશે ભૂમિએ કહ્યું કે ‘આ ફિલ્મમાં મારો ગૌરી વાઘમારેનો રોલ ખૂબ ગમ્યો છે, જે બિન્દાસ અને અમુક વિષયો પર અવાજ પણ ઉઠાવે છે. એ પાત્ર ભજવવાની મજા આવી અને હું ડિરેક્ટર શશાંક ખૈતાનની આભારી છું કે તેણે મને મારા રોલને મારી ઇચ્છા પ્રમાણે ભજવવાની પૂરી આઝાદી આપી હતી. એનો પુરાવો તો ટ્રેલરમાં મળી જાય છે. એ ફિલ્મ સ્ટ્રૉન્ગ સાબિત થશે જ્યારે લોકો ૧૬ ડિસેમ્બરે એને જોશે.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2022 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK