શાહિદ કપૂરની પત્ની મીરા તેના ફૅશન-સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહે છે.
મીરા રાજપૂત
મીરા રાજપૂતને એવી જ્વેલરી ગમે છે જે મૉડર્ન હોવાની સાથે દિવસ અને રાત બન્ને સમયે પહેરી શકાય. શાહિદ કપૂરની પત્ની મીરા તેના ફૅશન-સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહે છે. ફૅશન અને જ્વેલરી વિશે વાત કરતાં મીરા કહે છે, ‘મારા માટે ફૅશનનો મતલબ તમારી પર્સનલ સ્ટાઇલ અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. મને એવી જ્વેલરી ગમે છે જે ક્લાસિક હોવાની સાથે મૉડર્ન પણ હોય. એવી જ્વેલરી જે દિવસ અને રાત એમ બન્ને સમયે પહેરી શકાય. ફૅશનનો મતલબ ફક્ત ટ્રેન્ડને ફૉલો કરવું એવો નથી થતો. હું જ્યારે પણ બહાર નીકળું ત્યારે એવાં કપડાં પહેરું છું જેમાં હું કૉન્ફિડન્ટ હોઉં તેમ જ હું એવી જ્વેલરી પસંદ કરુ જે મારી પર્સનાલિટીને વધુ નિખારે.’