Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું મારા સસરા પાસેથી શીખ્યો છું કે જીવનમાં શું નહીં કરવું જોઈએ

હું મારા સસરા પાસેથી શીખ્યો છું કે જીવનમાં શું નહીં કરવું જોઈએ

Published : 16 March, 2026 10:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમારે એક જાહેર કાર્યક્રમમાં રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધોની ચર્ચા કરી

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષય કુમારે હાલમાં એક કૉન્ક્લેવમાં હાજરી આપી હતી. અહીં પોતાના સેશનમાં તેણે જણાવ્યું હતું કે તેને પોતાના સ્વર્ગસ્થ સસરા અને બૉલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના પાસેથી જીવનનો ખૂબ મહત્ત્વનો પાઠ શીખવા મળ્યો હતો. અક્ષય કુમારે કહ્યું હતું કે હું રાજેશ ખન્ના પાસેથી સફળતા કેવી રીતે મેળવવી એ નથી શીખ્યો, પણ જીવનમાં શું ન કરવું જોઈએ એ શીખ્યો છું.

રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધોની વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘રાજેશ ખન્ના ખૂબ ખુલ્લા દિલના માણસ હતા. તેઓ પોતાની ભૂલ વિશે ખુલ્લેઆમ વાત કરતા હતા. તેઓ ઘણી વખત મારી સાથે બેસીને પોતાના જીવન અને કરીઅરમાં થયેલી ભૂલો વિશે સચ્ચાઈ જણાવતા હતા. મારા માટે આ અનુભવ બોધપાઠ બન્યો. તેઓ એક નંબરના સુપરસ્ટાર હોવા છતાં પોતાની ભૂલ સ્વીકારતા હતા. તેમના આ સ્વભાવથી તેમને સમજાયું હતું કે પ્રસિદ્ધિ હંમેશાં સ્થિર નથી રહેતી અને જીવનમાં સફળતા સાથે નિષ્ફળતા પણ આવે છે. આ અનુભવથી હું મારી કરીઅરમાં વધુ સંયમ અને સમજદારીથી નિર્ણય લેવાનું શીખ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK