Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુંદરતાને કારણે ઘણી ફિલ્મો છોડવી પડી હતી દિયા મિર્ઝાએ

સુંદરતાને કારણે ઘણી ફિલ્મો છોડવી પડી હતી દિયા મિર્ઝાએ

08 December, 2020 04:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુંદરતાને કારણે ઘણી ફિલ્મો છોડવી પડી હતી દિયા મિર્ઝાએ

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા


મિસ એશિયા પૅસિફિકનું ટાઇટલ ૨૦૦૦માં જીત્યા બાદ દિયા મિર્ઝાને લાગે છે કે તેની સુંદરતા જ તેના માટે મોટી સમસ્યા બની ગઈ હતી. ૨૦૦૩માં આવેલી ‘રહના હૈ તેરે દિલ મેં’થી તેણે ઍક્ટિંગની શરૂઆત કરી હતી. તેનું કહેવું છે કે તે વધારે ખૂબસૂરત હોવાથી અનેક પ્રોજેક્ટ્સ તેના હાથમાંથી જતા રહ્યા હતા. એ વિશે વિસ્તારમાં જણાવતાં દિયાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે રૂઢિવાદી હોવું અને પહેલેથી જ મનમાં ધારણા બાંધી લેવી એ સારી વાત નથી. હું જેવી દેખાતી હતી એને કારણે મારા ઍક્ટિંગનાં પ્રોફેશનમાં મારે અનેક વખત નુકસાન વેઠવું પડ્યું હતું. મારી નોકરી છૂટી ગઈ અને કોઈ ફિલ્મમાં મને એટલા માટે કામ નહોતું આપવામાં આવતું, કારણ કે હું ખૂબ સુંદર દેખાતી હતી. આ અજીબ ગેરલાભ છે. મારું કહેવું કદાચ અયોગ્ય લાગતું હશે, પરંતુ મારા સ્કિનના કલરને કારણે મને ઘણું નુકસાન થયું છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તો જે મહિલાનો રંગ ડાર્ક હોય તેના માટે આ કપરું હોય છે. જોકે કેટલાક પ્રકારના સિનેમા એવા હોય છે અને મહિલાઓને ભાગે ખૂબ ઓછી ભૂમિકાઓ આવે છે. જોકે આખરે વસ્તુસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે અને હું ફરિયાદ નથી કરી રહી.’


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK