Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ઢેન ટેણેન’ ગીતમાં હું દિલ ખોલીને નાચ્યો છું : અર્જુન કપૂર

‘ઢેન ટેણેન’ ગીતમાં હું દિલ ખોલીને નાચ્યો છું : અર્જુન કપૂર

07 January, 2023 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુન કપૂરનું કહેવું છે કે તે તેની ‘કુત્તે’ના ગીત ‘ઢેન ટેણેન’માં દિલ ખોલીને નાચ્યો છું.

‘ઢેન ટેણેન’ ગીતમાં હું દિલ ખોલીને નાચ્યો છું

‘ઢેન ટેણેન’ ગીતમાં હું દિલ ખોલીને નાચ્યો છું


અર્જુન કપૂરનું કહેવું છે કે તે તેની ‘કુત્તે’ના ગીત ‘ઢેન ટેણેન’માં દિલ ખોલીને નાચ્યો છું. આ ગીત ૨૦૦૯માં આવેલી ‘કમીને’માંથી લેવામાં આવ્યું છે. આ ફિલ્મ વિશાલ ભારદ્વાજે ડિરેક્ટ કરી હતી અને ‘કુત્તે’ને તેમના દીકરા આસમાન ભારદ્વાજે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અર્જુનની સાથે રાધિકા મદન, તબુ, નસીરુદ્દીન શાહ, કોંકણા સેન શર્મા અને કુમુદ મિશ્રા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ તેર જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ગીત વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘વિશાલ ભારદ્વાજની ‘કમીને’મારી ઑલ-ટાઇમ ફેવરિટ છે અને મને હજી પણ યાદ છે ‘ઢેન ટેણેન’ રિલીઝ થયું હતું ત્યારે દરેક પાર્ટીમાં હું એ સૉન્ગ પર ડાન્સ કરતો હતો. આ એ સમયે એકદમ નવું, એજી અને સ્વૅગથી ભરેલું ગીત હતુ. મેકર્સે મને જ્યારે કહ્યું કે ‘ઢેન ટેણેન’નો સમાવેશ ‘કુત્તે’માં કરવામાં આવશે ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો. જાણે મારું સપનું પૂરું થયું હોય. ‘કુત્તે’ના આ ગીતમાં મેં ખૂબ જ દિલ ખોલીને ડાન્સ કર્યો છે. આ ગીત સાથે મારી ઘણી જૂની યાદો જોડાયેલી છે. આ ગીતના પહેલા દિવસના શૂટિંગ વખતે મારે પોતાની જાતને ચિમટી મારીને આ સત્ય છે કે નહીં એ ચેક કરવું પડતું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2023 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK