આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે જે પૅન્ડેમિક પર આધારિત છે.

દિયા મિર્ઝા
દિયા મિર્ઝાનું કહેવું છે કે ‘ભીડ’ના શૂટિંગ દરમ્યાન તેને ઍન્ગ્ઝાયટી થઈ હતી. રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકરની ‘ભીડ’માં તેમની સાથે દિયાએ પણ કામ કર્યું છે. આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે જે પૅન્ડેમિક પર આધારિત છે. મમ્મી બન્યા બાદ દિયાએ ‘ભીડ’ સાઇન કરી હતી. તેને માટે આ ખૂબ ચૅલેન્જિંગ અનુભવ રહ્યો હતો. આ વિશે વાત કરતાં દિયા મિર્ઝાએ કહ્યું કે ‘મારા દીકરાથી હું જે રીતે અલગ રહી હતી એણે પણ મારા પાત્રમાં મને મદદ કરી હતી. મારા ૬ મહિનાના બેબીથી અલગ રહેવાની ઍન્ગ્ઝાયટી પણ મારામાં આવી ગઈ હતી. અવ્યાનને ટ્રાવેલ કરવાની પરવાનગી નહોતી અને મારે તેને મુંબઈમાં મારી મમ્મી અને પતિ વૈભવ રેખી પાસે મૂકીને આવવું પડ્યું હતું. મારા માટે આ સૌથી મુશ્કેલ કામ હતું. અવ્યાનના જન્મ બાદ બે મહિનામાં જ મારે સર્જરી કરાવવી પડી હતી. તેને ઊંચકવાની પણ મને પરવાનગી નહોતી. તેને ઘરે લાવ્યા બાદ મારાથી શક્ય હોય એટલો સમય હું તેની સાથે પસાર કરવા માગતી હતી. સેટ પર મને અનુભવ, રાજકુમાર, ભૂમિ પેડણેકર, પંકજ કપૂર અને આશુતોષ રાણાનો ખૂબ સપોર્ટ મળ્યો હતો.’