રણબીરે ‘ઍનિમલ’ના પ્રમોશન દરમ્યાન આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું સંતાનમાં હંમેશાં એક દીકરી ઇચ્છતો હતો
આલિયા ભટ્ટ, રણબીર કપૂર તેમની દીકરી રાહા સાથે
હાલમાં આલિયા ભટ્ટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. કાન ફેસ્ટિવલમાં કેટલાંક આઉટફિટમાં આલિયાનું પેટ સહેજ ઊપસેલું દેખાતાં રણબીર અને આલિયા બીજી વખત પેરન્ટ્સ બનવાનાં છે એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે આ ચર્ચાને કોઈ જ સત્તાવાર સમર્થન નથી મળ્યું અને જાણે આ વાતને અફવા સાબિત કરવી હોય એમ આલિયા તરત જ ફ્લૅટ ઍબ્સ દેખાતી હોય એવાં આઉટફિટમાં જોવા મળી હતી.
જોકે આ સ્થિતિમાં રણબીર કપૂરનો એક જૂનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં રણબીરે બે સંતાનોની ઇચ્છા વ્યક્ત કરી છે અને સાથે જણાવ્યું છે કે તે ઇચ્છે છે કે તેનું બીજું સંતાન પણ એક દીકરી જ હોય.
ADVERTISEMENT
રણબીરે ‘ઍનિમલ’ના પ્રમોશન દરમ્યાન આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું સંતાનમાં હંમેશાં એક દીકરી ઇચ્છતો હતો. રાહાના જન્મ પછી મને લાગે છે કે મને બીજા સંતાનમાં પણ દીકરી જ જોઈએ છે. મારી દીકરી જીવનમાં ગમે તે કરીઅર પસંદ કરશે, હું તેની સાથે ઊભો રહીશ. ઍક્ટ્રેસ, નિર્માતા, ઇલેક્ટ્રિશ્યન, શેફ... તેનું જે કંઈ સપનું હશે એ પૂરું કરવામાં હું તેને મદદ કરીશ. મારી દીકરીની ખુશી અને સ્વતંત્રતા સૌથી વધુ મહત્ત્વની છે.’


