હુમા કુરેશી હાલમાં ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2025માં પોતાની ફિલ્મ ‘બયાન’ના સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. આ ફિલ્મ TIFFના ‘ડિસ્કવરી સેક્શન’માં પસંદ થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે.
હુમા કુરેશી
હુમા કુરેશી હાલમાં ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2025માં પોતાની ફિલ્મ ‘બયાન’ના સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. આ ફિલ્મ TIFFના ‘ડિસ્કવરી સેક્શન’માં પસંદ થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન હુમાએ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલું ગોલ્ડન વર્કવાળું લાલ ડિઝાઇનર આઉટફિટ પહેર્યું હતું જેણે બધાનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું. હુમાએ આ ડ્રેસ સાથે કૉન્ટ્રાસ્ટ જ્વેલરી પહેરી હતી અને સ્લીક બન હેરસ્ટાઇલથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ ડ્રેસ સાથે તેનો મેકઅપ-લુક પણ એકદમ પર્ફેક્ટ હતો. આ આઉટફિટમાં હુમાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે અને એમાં તે અત્યંત સુંદર દેખાય છે.


