ઝાયેદે ઇન્સ્ટાગ્રામ પર સુઝૅન, સુઝૅનના વર્તમાન પ્રેમી અર્સલાન ગોની, ઝાયેદ, હૃતિક, સબા તેમ જ મિત્રોનો એક ફોટો પણ શૅર કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હૃતિક રોશન શુક્રવારે ૫૧ વર્ષનો થયો. તેણે પોતાના જન્મદિનની ઉજવણી તેના જીવનની બે ખાસ મહિલાઓ ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાન અને વર્તમાન પ્રેમિકા સબા આઝાદ સાથે મળીને કરી હતી.
‘મૈં હૂં ના’થી જાણીતા બનેલા સુઝૅન ખાનના ભાઈ ઝાયેદ ખાને ભૂતપૂર્વ બનેવી હૃતિકને જન્મદિનની શુભેચ્છા આપતાં લખ્યું હતું કે હૃતિકે આખી જિંદગી તેના દ્વારા કહેવાયેલી કોઈ પણ વાત સાંભળવામાં ક્યારેય પાછીપાની નથી કરી. આ સાથે ઝાયેદે ઇન્સ્ટાગ્રામ પર સુઝૅન, સુઝૅનના વર્તમાન પ્રેમી અર્સલાન ગોની, ઝાયેદ, હૃતિક, સબા તેમ જ મિત્રોનો એક ફોટો પણ શૅર કર્યો હતો.
હૃતિક અને સુઝૅન નાનપણથી એકમેકની નજીક હતાં અને ૨૦૦૦ના વર્ષમાં તેમણે લગ્ન કર્યાં હતાં, પણ બે પુત્રોના જન્મ અને ૧૪ વર્ષના સાથ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.


