Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની એક સલાહે બદલી કિઆરા અડવાણીની જિંદગી

સલમાન ખાનની એક સલાહે બદલી કિઆરા અડવાણીની જિંદગી

Published : 02 August, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિઆરા અડવાણીનું મૂળ નામ આલિયા અડવાણી હતું. બૉલીવુડમાં અલગ ઓળખ બનાવવા માટે સલમાન ખાને તેને નવું નામ અપનાવવાની સલાહ આપી હતી, જેના પછી તેણે ‘કિઆરા’ નામ પસંદ કર્યું અને નવી ઓળખ બનાવી.

કિયારા અડવાણી

કિયારા અડવાણી


કિઆરા અડવાણી આજે બૉલીવુડની સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે. જોકે તેની આ સફળતાની સફરમાં સલમાન ખાનનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. હકીકતમાં સલમાને જ તેને એવી સલાહ આપી હતી કે જો તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવા માગતી હોય તો તેણે પોતાનું મૂળ નામ છોડીને એક અલગ નામ અપનાવવું જોઈએ. આ સલાહ બાદ તેણે કિઆરા નામ અપનાવવાનો નિર્ણય લીધો અને તેને દેશભરમાં નવી ઓળખ મળી. 
કિઆરાનું મૂળ નામ આલિયા અડવાણી હતું પણ તે જ્યારે કરીઅર બનાવવાની તૈયારી કરી રહી હતી ત્યારે આલિયા ભટ્ટ બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી હતી. આ સંજોગોમાં સલમાને તેને નવું નામ અપનાવવાની સલાહ આપી હતી. આ પછી કિઆરાએ પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘અન્જાના અન્જાની’ના એક પાત્રના નામ પરથી પોતાના ફિલ્મી નામની પસંદગી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK